Satya Tv News

વર્ષના અંતિમ દિવસે બજારમાં ખરીદી અર્થે નીકળેલા બે મિત્રોને નડ્યો અક્સ્માત
એકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત
પરિવાર સહિત ગામમાં દુઃખની લાગણીનું મોજુ ફરી વર્યું

વર્ષના અંતિમ દિવસે બજારમાં ખરીદી અર્થે નીકળેલા બે મિત્રોને રસ્તે અક્સ્માતમાં મોત થતા પરિવાર સહિત ગામમાં દુઃખની લાગણીનું મોજુ ફરી વર્યું હતું

નેત્રંગ અને ઝઘડિયા તાલુકા ને અડી ને આવેલા પીપલપાન ગામે રહેતા દેવનભાઈ મણીલાલભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે તારીખ 31 ડિસેમ્બર ના રોજ દેવનભાઈ નો પુત્ર દેવેન્દ્ર તથા તેનો મિત્ર રોશન તેના બનેવીની મોટર સાયકલ લઇ નેત્રંગ ખરીદી કરવા ગયા હતા. નેત્રંગ ખરીદી કરી પરત ફરતી વેળા જેસપોર ગામે ચોકડી નજીક રોશને તેની મોટરસાયકલ ચલાવતા વખતે એક બીજી મોટરસાયકલની ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં રોશન તથા દેવેન્દ્ર રોડ પર ઢસડાયા હતા, દેવેન્દ્રને બંને પગે, હાથે, માથામાં, મોઢા, ચેહરાના ભાગે ઈજા થયેલ હતી અને બેભાન અવસ્થામાં દેવેન્દ્રને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નેત્રંગ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો

રોશનને નેત્રંગ પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે દેવેન્દ્રને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાયો હતો, ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબોએ દેવેન્દ્રને મરણ જાહેર કર્યો હતો અકસ્માત સંદર્ભે મરણ જનાર દેવેન્દ્રના પિતા દેવન મણીલાલ વસાવાએ ઝગડીયા પોલીસ મથકમાં રોશન અરવિંદ વસાવા રહે.પીપલપાન તા. ઝઘડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: