Satya Tv News

ઝઘડિયા વેલુગામે દીપડાનો મહિલા પર હુમલો

ખેતરમાં મજૂરી કરતી મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો

8 દિવસમાં બીજી વખત કરાયો હુમલો

મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

ઝઘડિયાના વેલુગામ ખાતે ખેતરમાં મજૂરી કામ કરતી મહિલા પર દીપડાએ જીવલેણ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે.

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર ગત તારીખ 25-12- 2022 ના રોજ દિપડાએ અચાનક હુમલો કર્યો હતો જેમાં મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી. જે બાદ ગતરોજ ઝઘડિયાના વેલુગામ ખાતે કંચનભાઈ માછી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલા અમરસિંહ વસાવાને દીપડાએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો.

દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ દોડી આવી મહિલાને દીપડાનો શિકાર બનતા બચાવી હતી. ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં આગળ ખસેડવામાં આવી હતી. ઘટના બાદ ગ્રામજનો દ્વારા વહેલી તકે વનવિભાગ દીપડાન પાંજરે પૂર તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ દીપડો પાંજરે નહિ પુરાય તો આંદોલનની ચીમકી પણ ગ્રામજનો અને સરપંચ સાથે ઉચ્ચારી છે.

વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: