આમોદ પંચાયત ખાતે ૧૧ ઇ-રીક્ષાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયુ
ડીડીઓ,ટીડીઓ,તાલુકા પંચાયત પ્રમુખ, અને તાલુકા સભ્ય હાજર રહ્યા
પંચાયત પ્રમુખ,તાલુકા સદસ્ય સહિત અનેક ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા
આમોદ તાલુકા પંચાયત દ્ધારા સ્વચ્છતા અભિયાન ને વેગ આપવા તાલુકા કક્ષા ની ગ્રાન્ટમાંથી ૧૧ ઇ-રીક્ષા નું આયોજન કરાયુ હતુ.જંબુસર ના ધારા સભ્ય ના હસ્તે રિબન કાપી ઇ-રીક્ષા નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી,ટી.ડી.ઓ,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા સદસ્ય સહિત અનેક ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન ને વેગ આપવા તેમજ ગામડા નો ઘન કચરો ડોર ટુ ડોર ઉઠાવી નિયત જગ્યાએ નાંખવા માં આવે આ બાબત પર વિશેષ ભાર તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલે મુક્યો હતો.આ બાબત ને ધ્યાને લઇ ૧૫ માં નાંણા પંચ ની તાલુકા કક્ષા ની ૨૦% ગ્રાન્ટ માંથી ૧૧ ઇ-રીક્ષા નું આયોજન કરાયુ હતુ.આમોદ તાલુકા પંચાયત ખાતે ઇ-રીક્ષા નું લોકાર્પણ જંબુસર ના ધારાસભ્ય ડી.કે સ્વામી ના હસ્તે રિબન કાપી કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ધારાસભ્ય એ ઉપસ્થિત સરપંચો અને તલાટીઓને ઇ-રીક્ષા નો ઉચિત રીતે ઉપયોગ કરવામાં આવે એ માટે ધ્યાન આપવા જણાવ્યુ હતુ.લોકાર્પણ કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત આર જોષી એ ઇ-રીક્ષા ને ચલાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યુ હતુ.ગામોને ઇ-રીક્ષા મળતા લોકોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.આ તબક્કે ટી.ડી.ઓ. નરેશ એમ લાડુમોર,તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી ડૉ. પ્રવિણસિંહ રાઉલજી,દિપક ચૌહાણ,તાલુકા સભ્ય ઇસ્માઇલ પારિયા,સંજયસિંહ રાજ સહિત ના તાલુકા પંચાયત અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા