Satya Tv News

ભરૂચના રોટરી ક્લબની પાછળ મકાન ઉપર ભાઈ બેનને લાગ્યો વીજ કરંટ

પાલખ બાંધતા ભાઈ બહેન વીજ કરંટ લાગતા વડોદરા ખસેડાયા.

વીજ વાયર સાથે અડી જતા બંને ભાઈ બેન ગંભીર રીતે દાઝ્યા..

ભરૂચના રોટરી ક્લબ પાસે મકાનનું મજૂરી કામ કરતા ભાઇ બહેનને વીજ કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યાં તેઓને પ્રાથમિક સવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રોટરી કલબ પાસે એક મકાનમાં દિવાલના પ્લાસ્ટર માટે મજૂરી કામ અર્થે ભાઈ બેન આવ્યા હતા અને બંને જણા લોખંડની પાલક બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની પાલખ ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડી જતા બંને ભાઈ-બેને પકડેલી લોખંડની પાલખથી જોરદાર કરંટ લાગતા ગંભીર રીતે ઘવાઈ ગયા હતા અને બંને જણાને વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટરી ક્લબની પાછળ દિવાલના પ્લાસ્ટર માટે મજૂરીયાત મહેશભાઈ તીતડીયા મહિડા ઉંમર વર્ષ ૨૫ તેમજ તેની સગી બેન આશાબેન મહિડા ઉંમર વર્ષ ૧૮ની લોખંડની પાલખ મકાન ઉપર બાંધી રહ્યા હતા તે દરમિયાન લોખંડની પાલક થોડી ઊંચી થતા ઉપરથી પસાર થતી જીવંત વીજ વાયર સાથે લોખંડની પાલક અડી જવાના કારણે બંને ભાઈ બહેનોને જોરદાર વિચ કરંટ લાગ્યો હતો અને તેઓ મકાન ઉપર જ પટકાયા હતા. બંને ભાઈ બહેનને બંને હાથો તેમજ શરીર મોઢા સહિત સંપૂર્ણ શરીર ઉપર ગંભીર રીતે દાજી જવાના કારણે તેઓને સૌપ્રથમ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંને જણા 70% થી વધુ દાઝી ગયા હોવાના કારણે ગંભીર પરિસ્થિતિમાં સારવાર માટે વડોદરા ખાતે રીફર કરવાની ફરજ પડી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: