Skip to main content

Satya Tv News

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ પુનઃવિવાદમાં..
હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાનું મામલો દબાવવાના પ્રયાસો કર્યા હતા
એપેન્ટ્રીસના ઓપરેશન માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત
દર્દીનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોનો મોટો હોબાળો..
એપેન્ટ્રીસના ઓપરેશન બાદ ૧૯ વર્ષીય યુવતી નું મોત થતા પરિવારજનો રોષે..

ભરૂચ ના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે એપેન્ટ્રીસના ઓપરેશન માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત થતા મૃતકના પરિવાર જનોઈ હોસ્પિટલના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને ઇન્જેક્શન આપી દેવાના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે પહોંચી દર્દીનું પેનલ પીએમ કરાવવાની કવાયત કરી છે

ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભીડભંજન વિસ્તારમાં રહેતા દેવજીભાઈ રાઠોડની ૧૯ વર્ષીય દીકરી ખુશીને પેટમાં દુખાવો પડતો હોય અને તેણીને ઓપરેશન ની જરૂર હોવાના કારણે પરિવારજનોએ તેને સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેની સારવાર દરમિયાન ઓપરેશન કરાયું હતું. પરંતુ ઓપરેશન બાદ દર્દીની હાલત સુધારા ઉપર હતી પરંતુ નર્સ કે હોસ્પિટલના સત્તાધીશોએ આરટીસીલ નામનું (ઓવરડોઝ) વાળું ઇન્જેક્શન મૂકવામાં આવવાના કારણે તેણીની હાલત લથડી હોય અને તેને ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર લેવાની જરૂર પડી હતી અને દર્દીની હાલત સુધારા પર હોય તે દરમિયાન તેણીએ પોતાના પિતાને કહ્યું પપ્પા ખાધું અને ત્યાર બાદ તેણીની હાલત થઈ હતી અને ખુશીની તબિયત લથડતા તેણે જીવ ગુમાવ્યો હોવાની જાણ તબીબોએ પરિવારજનોને કરી હતી પરંતુ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાનું મામલો દબાવવાના પ્રયાસો કર્યા હતા
૧૯ વર્ષીય દીકરીનું મોત થતા પરિવારજનો રોસે ભરાયા હતા અને હોસ્પિટલના સત્તાધીશોની વાપરવાહીના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે દર્દીનું મોત થતા હોય એ ડિવિઝન પોલીસમાં તો કે દોડી જાય મૃતક દર્દીનું પેનલ પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસો પણ પરિવારજનો એ કર્યા હતા. જો હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે દર્દીનું મોત થયું હોય તો હોસ્પિટલ સત્તાધીશો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ

error: