Satya Tv News

દહેજની બાર કંપનીઓએ ભાગ લીધો

માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ ના હસ્તે ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી

      ફિલાટેક્સ કંપની દ્વારા સુપર - ૧૦ ફિલાટેક્સ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બાર કંપનીઓ ભાગ લઈ રહી છે.ટુર્નામેન્ટ ને માજી ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવી 
હતી.


                ફિલાટેક્સ યુથ વેલફેર ટ્રસ્ટ ,જોલવા દ્વારા  ૧૦ ઓવર  ફોર્મેટ આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભેંસલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં દહેજ પંથક ની બાર કંપનીઓએ ભાગ લીધો હતો.ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસીએશન ના પ્રમુખ,માજી ધારા સભ્ય અને પૂર્વ દંડક દુષ્યંત પટેલે મેદાનમાં ઉતરી ક્રિકેટ રમી ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી.તેમણે ઉપસ્થિત ખેલાડીઓને રમતગમતમાં ખેલદિલી સાથે રમવા કહ્યુ હતુ.૧૦ ઓવર ફોર્મેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર કંપનીઓ એમએફએલ,આદિત્ય બિરલા હિન્ડાલકો,GNFC, જીએસીએલ,યુપીએલ,ટોયોઇન્ક, લ્યુબ્રિઝોલ,શુભલક્ષ્મી, અદામાં,હુબેક,GFL તેમજ ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ કંપની ની ટીમો એ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટમાં રોજ ત્રણ મેચ રમાશે.ફાઇનલ મેચ ૧૧ ફેબ્રુઆરી ના યોજાશે.ફાઇનલ વિજેતા ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ને ટ્રોફી એનાયત કરવામાં આવશે.ટુર્નામેન્ટ ના આયોજક ફિલાટેક્સ ના વ્યાનુ વ્યાસે જણાવ્યુ હતુ કે ક્રિકેટ ના માધ્યમ થી યુવાનો એકબીજા ની સમીપ આવે છે.જેને પગલે ભાઈચારો વધે છે અને સામાજિક સમરસતા કેળવાય છે.આ હેતુ ને ધ્યાને લઇ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે BDCA ના કમિટિ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, અગ્રણી સાદિક પટેલ,સુભલક્ષ્મી કંપનીના અશોક મોઢ,એમએફએલ ના ધર્મેશભાઈ પટેલ વિષેશ ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી-વાગરા

error: