Satya Tv News

નેશનલ હાઇવે 48 પર અકસ્માતોનો સિલસિલો યથાવત મળ્યો જોવા
ગાડીના ચાલકે અન્ય કાર ને અડફેટે લેતાં સર્જાયો ટ્રીપલ અકસ્માત
નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતા વાહનચાલકો અટવાયાં

કરજણ નેશનલ હાઇવે માર્ગ પર આવેલ ઓનેસ્ટ હોટલ નજીક કન્ટેનર,પિક અપ અને કાર વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

કરજણ નેશનલ હાઇવે 48 પર અકસ્માતો થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે..મળતી માહિતી અનુસાર આજરોજ નેશનલ હાઇવે 48 પરથી પસાર થઈ રહેલા કન્ટેનર ચાલકે ઓનેસ્ટ હોટલ પાસે પિક અપ ગાડી ને અડફેટે લીધી હતી.જ્યારે પિક અપ ગાડીના ચાલકે અન્ય કાર ને અડફેટે લેતાં ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો.જેના કારણે નેશનલ હાઇવે 48 પર ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જો કે સદનસીબે અકસ્માતમાં કોઈને પણ જાનહાની થવા પામી ન હતી.પરંતુ અકસ્માત ના કારણે નેશનલ હાઇવે 48 પર ટ્રાફિક જામ સર્જાયો હતો.જેને લઈ વાહનચાલકો અટવાયાં હતાં.

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી કરજણ

error: