Satya Tv News

અમદાવાદ શહેરમાં જે લોકોએ 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે.

આજકાલ તમામ સરકારી અને બિનસરકારી યોજનાઓમાં આધાર કાર્ડની ભૂમિકા ઘણી વધી ગઈ છે. આજના સમયમાં આધારકાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ કાર્ડ વગર કોઈ સરકારી કામ થતું નથી. ત્યારે આધારકાર્ડમાં નવા અપડેટને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 10 વર્ષ પહેલા જે નાગરિકોએ પોતાના આધારકાર્ડ કઢાવ્યા છે. તેમણે ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિસિપલે સૂચના આપી છે

નાગરિકોએ જૂનાં આધારકાર્ડનું વેરિફિકેશન કરાવવું પડશે
વર્ષ 2012-13માં આધારકાર્ડ શરૂ કરવામાં આવ્યા હતા. આ સમયે શહેરમાં લાખો લોકોએ બાયોમેટ્રિક પુરાવા આપી આધારકાર્ડ કઢાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આધારકાર્ડનો દુરુપયોગ કરી કેટલાક નાણાકીય ફ્રોડ પકડાતા હવે કાર્ડને અપડેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વાર સૂચના આફવામાં આવી છે. 

રૂ.50 ફી ભરવાની રહેશે
જે લોકોએ વર્ષ 2012-13માં એટલે કે 10 વર્ષ પહેલા આધારકાર્ડ કઢાવ્યા છે, તેઓએ હવે તેમના આધારકાર્ડને અપડેટ કરાવવું પડશે. તેઓ કોઈપણ આધારકાર્ડ કેન્દ્રો પર જઈને આધારકાર્ડને અપડેટ કરવી શકે છે. આ માટે તેઓએ રૂ.50 ફી ભરવાની રહેશે.

કેન્દ્ર સરકારે આપેલા નિર્દેશ મુજબ મ્યુનિ.એ કર્યા સુચન
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, 10 વર્ષ પહેલાના તમામ આધારકાર્ડધારકોએ ફરીથી રેટિના અને ફિંગરપ્રિન્ટ આપી પોતાનું આધારકાર્ડ અપડેટ કરાવવું પડશે. લોકોને આધારકાર્ડને આધારે સરકારી સેવાનો લાભ આપવામાં આવતો હોવાથી સમયે સમયે આધારકાર્ડની વિગત અપડેટ કરવી જરૂરી છે. કેન્દ્ર સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે કે 10 વર્ષ જૂનાં આધારકાર્ડમાં ઓરિજનલ ઓળખના પુરાવાના દસ્તાવેજ તથા સરનામાના પુરાવા મેળવી આધારકાર્ડ અપડેટ કરાવવામાં આવે. 

ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ અપાઈ હતી સૂચના
આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ભરૂચ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પણ એક અખબારી યાદી જાહેર કરીને આધારકાર્ડ અપડેટ કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં જણાવવાયું હતું કે, 10 વર્ષથી વધુ સમય પહેલાના જૂના આધારકાર્ડમાં સુધારા – અપડેશન કરાવેલ ન હોય તેવા આધારકાર્ડમાં અપડેટ કરો. સરકારી સેવાઓના લાભ માટે 10 વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સ૨કાર તરફથી સૂચના આપવામાં આવેલ છે. છેલ્લા દસ વર્ષથી આધારકાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એ અનિવાર્ય દસ્તાવેજ છે.  

Post Views: 75
Share
error: