Satya Tv News

મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (MOLA) ના પુરાતત્વવિદોની ટીમ ખોદકામ કરી રહી છે

પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન આ સ્થળે પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા

ઈંગ્લેન્ડના નોર્થમ્પ્ટન નજીક એક પ્રાચીન સ્થળ પર પુરાતત્ત્વવિદોની સંશોધન ટીમને જે મળ્યું તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન આ સ્થળે પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા છે. આ અવશેષો પ્રાચીન સભ્યતા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના અવશેષો 4 હજાર વર્ષ જૂના હોઈ શકે છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સ્થળ ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અહીં બીજી ઘણી મોટી શોધો થઈ શકે છે.

મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજી (MOLA) ના પુરાતત્વવિદોની ટીમ નોર્થમ્પટન નજીક ઓવરસ્ટોન ખાતે આ સ્થળનું ખોદકામ કરી રહી છે. ખાસ વાત એ છે કે જે જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં હાઉસિંગ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ સ્થળ ઈતિહાસ સાથે જોડાયેલું છે તેથી સંશોધકો પહેલા ખોદકામ કરી રહ્યા છે.

નિષ્ણાતો માને છે કે આ સ્થાનનો ઉપયોગ 2 હજાર વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવ્યો હશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ સ્થળે કાંસ્ય યુગ અને રોમન સભ્યતા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી આવી છે. પુરાતત્વવિદોની ટીમને રોમન સભ્યતા સાથે સંબંધિત એક પ્રાચીન માળખું મળ્યું છે. આ માળખા અંગે નિષ્ણાતો કહે છે કે અહીં બે રૂમ  રહ્યા હશે અને એક રૂમમાંથી સીડી પણ ઉપરના માળે જતી હતી. પુરાતત્વવિદોના મતે, આ સ્થળ પૂજા કે પ્રાર્થનાનું સ્થળ હોવું જોઈએ. તેનો ઉપયોગ કોઈપણ રોજિંદા કામ માટે કરવામાં આવતો નહીં હોય. બ્રિટનમાં માત્ર એક જ નહીં પરંતુ આવી અનેક જગ્યાઓ છે, જ્યાં રોમન સામ્રાજ્ય દરમિયાન મંદિરો બનાવવામાં આવ્યા હતા. 

error: