Satya Tv News

સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા

  • પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ
  • નવ પોલીસકર્મીઓના મોત થયા

પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે અને આ વખતે આત્મઘાતી હુમલાખોરે પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. જણાવી દઈએ કે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે. 

આ વિશે જાણકારી આપતા પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સોમવારે બલૂચિસ્તાનમાં (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.

પાકિસ્તાની મીડિયા અનુસાર આ હુમલો બલૂચિસ્તાનના બોલાન વિસ્તારમાં થયો હતો. પોલીસ વાન બલૂચિસ્તાનના સિબીથી ક્વેટા પરત ફરી રહી હતી. દરમિયાન જ્યારે વાન કચ્છી બોર્ડરને અડીને આવેલા કેમ્બ્રી બ્રિજ પાસે પહોંચી ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં 9 પોલીસકર્મીઓના મોત થયા છે તો કહેવામાં આવી રહ્યું છે કે 13 જએટલા પોલીસકર્મીઓ ઘાયલ થાય છે. 

હાલ મળતી જાણકારી અનુસાર ઘાયલોને નજીકની સિબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 


ગયા મહિને કરાચીમાં પણ હુમલો થયો હતો. એ હુમલામાં કરાચી પોલીસ ઓફિસ (KPO) પર લશ્કરી યુનિફોર્મ પહેરેલા લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાનગોળીબાર થયો હતો જેમાં સુરક્ષા દળોએ ટીટીપીના 5 આતંકીઓને ઠાર કર્યા હતા. જણાવી દઈએ કે એ હુમલામાં પણ 4 પોલીસ જવાન શહીદ થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. 


 આ પહેલા પાકિસ્તાનના પેશાવરમાં પોલીસ લાઈન પાસે આવેલી મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન 100 થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 200 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હત

error: