Satya Tv News

જંબુસર જંબુસર નગર મા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગર મા ખાના ખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવન મા નગર ના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીક ના રહેણાંક મકાન ઉપર એક વૃક્ષ ધરાશઈ થતા ઓસરી મા બઠેલ મહીલા નુ ગંભીર ઇજાઓ ના પગલે ઘટના સ્થળે મોત નિપજયુ હોવાના તથા ઈજાગ્રસ્ત અન્ય મહીલા તથા છ માસ ની બાળકી ને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હોવાના તથા અન્ય એક બનાવ મા એસ.ટી.ડેપો પાસે રીંગ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટર ઉપર લાગેલ પતરા નો સેડ ઉડી ને સામેના શોપિંગ સેન્ટર ની દુકાન પાસે પડતા દુકાનદારો નો તથા ત્યા પાર્ક કરેલ ઈકો કાર નો આબાદ બચાવ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.જંબુસર નગર મા સાંજ ના સુમારે એકાએક વાતાવરણ મા પલ્ટો આવ્યો હતો અને જોતજોતા મા તોફાની પવન ફુંકાવાનો શરૂ થઈ ગયો હતો. તોફાની પવન ની તીવ્રતા એટલી એટલી બધી હતી કે જંબુસર નગર ના જંબુસર કલક રોડ ઉપર પિશાચેશ્વર મહાદેવ નજીક આવેલ રહેણાંક મકાન ઉપર વૃક્ષ ધરાશઈ થયુ હતુ.વૃક્ષ મકાન ઉપર પડતા ઓસરી મા બેઠેલા લક્ષ્મીબેન વાધેલા ને ગંભીર ઈજાઓ થતા તેઓનુ ધટનાસ્થળે મોત નિપજયુ હતુ.જયારે અન્ય મહીલા સુમનબેન વાધેલા ને તથા આશરે ૬ માસ ની બાળકી દિવ્યા ને ગંભીર ઈજા ઓ પહોંચતા તેઓને બનાવ ના પગલે ઘટનાસ્થળે દોડી આવેલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ મા ખસેડયા હતા.બનાવ ની જાણ આજુબાજુ ના રહીશો ને થતા બચાવ અર્થે દોડી આવ્યા હતા અને જેસીબી ની મદદ થી દબાયેલા બહાર કાઢયા હતા.ઘટના ની જાણ જંબુસર પોલીસ ને થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન રબારી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઈ હકીકત થી વાકેફ થઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે અન્ય એક બનાવ મા એસ.ટી.ડેપો વિસ્તાર મા રીંગરોડ ઉપર આવેલ દુધવાલા શોપિંગ સેન્ટર ઉપર લાગેલ પતરા સેડ તોફાની પવન મા ઉડી ને સામે ની બાજુ આવેલ શોપિંગ સેન્ટર ની દુકાનો ના શટલ ચીરી ઘુસી ગયો હતો. સદનસીબે ત્યા આ સમયે કોઈ હાજર ન હોય કોઈ હાની થઈ ના હતી.

error: