ઝઘડિયા રાજપારડીમાં માધુમતિના પુલની રેલિંગ તોડી કન્ટેનર ખાડીમાં પડ્યું
કન્ટેનર ખાડીમાં પડવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થયી નથી
ધોરીમાર્ગ પર થતાં અકસ્માતોમાં માનવ જીંદગીઓનો ભોગ
ભરૂચ જીલ્લા ના રાજપારડી નજીક સારસા તરફ જતા આ માર્ગ પર માધુમતિ નદી પર ચાર માર્ગીય કામગીરી અંતર્ગત બીજો પુલ પણ બની રહ્યો છે.આજરોજ બપોરના બે વાગ્યા આસપાસના સમય દરમિયાન ઉમલ્લા તરફથી રાજપારડી તરફ આવી રહેલ એક મોટું કન્ટેનર પુલની રેલિંગ તોડીને ખાડીમાં પડી ગયું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. આ પૈકી ઘણા અકસ્માતો વાહન ચાલકોની બેદરકારીથી થાય છે. આ ધોરીમાર્ગ પર થતાં અકસ્માતો પૈકી ઘણાં અકસ્માતોમાં માનવ જીંદગીઓનો પણ ભોગ લેવાય છે.આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે.કન્ટેનર ખાડીમાં ખાબકતા નજીકથી પસાર થતી વીજ લાઇનોને પણ નુકશાન થયું હતું,એને લઇને વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વીજ કર્મીઓ તાત્કાલિક સ્થળ પર આવી ગયા હતા અને પરિસ્થિતિનું અવલોકન કર્યુ હતું. આટલું વિશાળ કન્ટેનર પુલની રેલિંગ તોડીને આખેઆખુ અને બેઠુજ ખાડીમાં પડી ગયું હતું. પરિસ્થિતિની જાણ થતા રાજપારડી પીએસઆઇ જી.આઇ.રાઠોડે તાત્કાલિક પોલીસ જવાનોને ઘટના સ્થળે મોકલીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. કન્ટેનર ખાડીમાં પડવાની આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ, તેમજ ચાલકનો પણ આબાદ બચાવ થયો હતો. આ કન્ટેનરના ચાલકને ધોળે દહાડે રોડ કેમ ના દેખાયો કે કન્ટેનર રોડથી હટીને ખાડીમાં ખાબક્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા