Satya Tv News

અન્ય છ ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા ત‍ાલુકાના સેલોદ ગામેથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામા આવેલ, જે અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી મુજબ સેલોદ ગામે નિશાળ ફળીયામાં જુગાર રમતા પાંચ ઇસમોને કુલ રૂ. ૨૯,૩૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ પોલીસની રેઇડ જોઇને નાશી ગયેલ અન્ય છ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબી પોલીસે જુગાર રમતા ઝડપાયેલા શૈલેશભાઇ મગનભાઇ પટેલ રહે. સેલોદ નિશાળ ફળીયું તા.ઝઘડિયા,કૃણાલભાઇ ઝીણાભાઇ પટેલ રહે. નાંગલ કુંભાર ફળીયું તા.અંક્લેશ્વર, રક્ષિતભાઇ છગનભાઇ પટેલ રહે. અવાદર નવી વસાહત તા.અંક્લેશ્વર, હિતેશભાઇ મોહનભાઇ પટેલ રહે. અવાદર નવી વસાહત તા.અંક્લેશ્વર, ધવલભાઇ પ્રમોદભાઇ પટેલ રહે. સરદારપુરા પટેલ ફળીયું તા.ઝઘડિયા જી-ભરૂચના તેમજ અન્ય વોન્ટેડ ઇસમો ધર્મેશભાઇ ઉર્ફે લાલુ વસાવા રહે. સેલોદ તા.ઝઘડિયા જિ.ભરૂચ, ઉતસબ ઉર્ફે ઉમેશભાઇ શાંતીલાલ વસાવા રહે. સેલોદ તા.ઝઘડિયા, રણજીતભાઇ ઉર્ફે બાબર ચંદુભાઇ વસાવા રહે. સેલોદ તા.ઝઘડિયા, અનિલભાઇ ઉર્ફે બોડીયો ઠાકોરભાઇ પટેલ રહે. સેલોદ તા.ઝઘડિયા, ધર્મેશભાઇ શાંતીલાલ વસાવા રહે. સેલોદ તા.ઝઘડિયા તેમજ કિશનભાઇ વસાવા રહે. સેલોદ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

error: