તિલકવાડા સુરવા ગામે લગ્નપ્રસંગમાં મધમાખી ડંખથી 40 મહેમાન ઘાયલ
માધમાખી ઉડીને મહેમાનો ઉપર હુમલો કરી ડંખ મારવા ની ઘટના બની
40 થી વધુ મહેમાનોને મધમાખી એ ડંખ મારેલ હોવાની ઘટના સામે આવી
ઘાયલોને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
તિલકવાડા તાલુકાના સુરવા ગામે લગ્ન પ્રસંગ હોય અને એ લગ્ન પ્રસંગમાં મોસાળું લઈ જતી વખતે અચાનક મધપૂડામાંથી મધમાખી ઉડી 40 થી વધુ લોકોને ડંખ મારતા વિસ્તારમાં ભાગ દોડ મચી જવા પામી હતી ઘટના ને પગલે તમામ ઘાયલોને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલી રહી છે ચારે બાજુ લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે આ લગ્નના મહોલ વચ્ચે એક ઘટના સામે આવી છે જેમાં તિલકવાડા તાલુકાના સુરવા ગામે રહેતા અરવિંદ જયંતી તડવીના ત્યાં લગ્ન પ્રસંગ હોય અને આ લગ્ન પ્રસંગમાં મોસાળુ લઈને મહેમાનો જતા હોય જે દરમિયાન અચાનક મધમાખીના પૂરામાંથી માધ માખી ઉડીને મહેમાનો ઉપર હુમલો કરી ડંખ મારવા ની ઘટના બની હતી આ ઘટનામાં અંદાજિત 40 થી વધુ મહેમાનોને મધમાખી એ ડંખ મારેલ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને પગલે ઘાયલ 40 થી વધુ લોકોને 108 એમ્બ્યુલન્સ સેવા તથા પ્રાઇવેટ વાહનો મારફતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે
વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સત્યા ટીવી તિલકવાડા