વાલિયા ટાઉનમાંથી ૧૪ વીજ કનેક્શનમાંથી વીજ ચોરીની ઝડપી
ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું
વીજ કનેક્શનમાંથી વીજ ચોરીની ઝડપી કરી ૧.૧૪ લાખનો દંડ ફટકાર્યો
વાલિયા ટાઉનમાંથી વીજ ટીમોએ દરોડા પાડી ૧૪ વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપી પાડી ૧.૧૪ લાખનો દંડ ફટકાર્યો છે.
વાલિયા તાલુકામાં માર્ચ એન્ડીંગ અને વીજ ચોરીની ઘટનાઓને ડામવા માટે ડીજીવીસીએલ અંકલેશ્વર સર્કલ અને સુરત કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજ ડ્રાઈવ યોજી દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે ડીજીવીસીએલ કોર્પોરેટ કચેરીના માર્ગદર્શન હેઠળ સાત ટીમો દ્વારા વાલિયા સબ ડિવિઝનના તાબા હેઠળ આવતા ટાઉન ફીડર ઉપર વાલિયા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું વીજ કંપનીની ટીમોએ ૨૦૯ વીજ કનેક્શન ચેક કરતા ૧૪ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી વીજ ચોરી કરતા ૧૪ જેટલા ગ્રાહકોને રૂપિયા ૧.૧૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ અચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા