Satya Tv News

ડભોઇ સુવાલજા ગામમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

૱11.14.844 લાખનો મુદ્દામાલ સહીત બુટલેગરની કરી ધરપકડ

ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગ દરમિયાન સ્વીફટ કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

ડભોઇ તાલુકા ગોપાલપુરા ચેકપોસ્ટે વાહન ચેકિંગમાં હતા દરમિયાન સ્વીફટ કાર માં વિદેશી શરાબ લઈને ડભોઇ જતા પણસોલી ગામ થી સુવાલજા ગામ વચ્ચે ૱11.14.844 લાખનો મુદ્દા માલ સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને બે વ્યક્તિઓની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામ ચેકપોસ્ટે એલસીબી પોલીસ વડોદરા ના શક્તિસિંહ,સિધ્ધરાજસિંહ, મેહુલ સિંહ,ભુપત, પ્રવીણ, તથા દેવરાજસિહ વાહન ચેકિંગ નાકાબંધી દરમિયાન બોડેલી તરફથી સ્વીફટ ગાડી નંબર g06 પી કે 97 49 ની પાયલોટિંગ કરી તેની પાછળ બીજી બ્લ્યુ કાર નંબર વગરની સ્વીફટ ગાડીમાં વિદેશી દારૂ ભરી ડભોઇ તરફ જનાર છે ની બાતમીના આધારે બાતમી વાળી ગાડી આવતા તેને રોકતા તેની પાછળ આવતી બ્લુ કલરની દારૂ ભરેલી સ્વીફટ ગાડીના ચાલકે ડભોઇ તરફ હંકારી જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પણસોલી ગામથી સુવાવજા ગામ પાસેથી પકડી પાડી પોલીસે ચાલકનું નામ પુછતાં દિવ્યાંગ શૈલેષ પાટણવાડીયા રહેવાસી ડભોઇ તાલુકા શિરોલા જેની ગાડીમાં વિદેશી શરાબ પેટી નંગ 30 જેમાં ક્વાટર,ટીન, બોટલો નંગ 696 કિંમત રૂપિયા 1, 04,844 તથા સ્વીફટ ગાડી કિંમત 10 લાખ ની તથા મોબાઈલ નં. બે કિંમત 10000 મળી કુલ રૂપિયા 11 લાખ 14,844 રૂપિયાનો મુદ્દા માલ સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે મુદ્દામોલ કબજે કર્યો હતો. તેઓના વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: