Skip to main content

Satya Tv News

વાલિયા મેરા ગામના લીમડા ફળિયામાંથી બુટલેગરની ધરપકડ

બુટલેગરની સ્કોર્પિયો કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો

રૂ. ૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે

વાલિયા પોલીસે મેરા-આમલડેરા ગામ વચ્ચેથી સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે તપાસ હાથ ધરી છે.

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મેરા ગામના લીમડા ફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવા પોતાની સ્કોર્પિયો કાર નંબર-જી.જે.૦૫.સી.જી.૭૦૨૪માં વિદેશી દારૂનો જથ્થો ભરી મેરા ગામ તરફ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ.કે.વી.ચુડાસમાના માર્ગ દર્શન હેઠળ મેરા ગામની સીમમાં વોચ ગોઠવી ઉભો હતો તે દરમિયાન આમલડેરા ગામ તરફથી બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે કાર પુરપાટ ઝડપે હંકારી મૂકી હતી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર કાચા રસ્તે દારૂ ભરેલ કાર મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે સ્કોર્પિયોની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૦૬૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૨૫ લાખનો દારૂ અને ૪ લાખની ગાડી મળી કુલ ૬.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેરા ગામના કુખ્યાત બુટલેગર કલ્પેશ રમેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: