Satya Tv News

ભરૂચ ભોલાવમાં નર્મદા વેલી પ્લાસ્ટિક પેકેજીંગમાં ભીષણ આગ

ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તાર બંબાના સાયરનથી ગુંજી ઉઠ્યો

પ્લાસ્ટિક મટીરીયલના કારણે આગ પર કાબુ મેળવવો બન્યો મુશ્કેલ

ઘટના સ્થળે પહોંચી ૨૦થી વધુ ફાયર ટેન્ડરોએ લીધી કાબુમાં આગ

કેમિકલ ફોર્મ વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ

ભરૂચ ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા વેલી પ્લાસ્ટિક પેકેજીંગ કંપનીમાં આજરોજ વહેલી સવારે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તાર બંબાના સાયરનથી ગુંજી ઉઠ્યો હતો.જોકે આગમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ કંપનીમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.તો બનાવની ગંભીરતા જોઈ કલેકટર,જીલ્લા પોલીસવડા અને વહીવટી તંત્ર સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

ભરૂચ જીલ્લામાં સતત બીજા દિવસમાં આગનો બનાવો બનવા પામ્યો છે.જેમાં પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી.તો બીજા બનાવમાં પાલેજ જીઆઈડીસી માં આગનો બનાવ સામે આવ્યો હતો.ત્યારે આજે વહેલી સવારે .વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો માળો ચલાવી આગને કાબa લેવાના પ્રયાસ હાથધર્યા હતા.પરંતુ પ્લાસ્ટિકનું મટીરીયલ હોવાના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બનવતા પાનોલી, અંકલેશ્વર,જીએનએફસી,એલ.એન્ડ.ટી, ભરૂચ નગરપાલિકા સહિતના ૨૦ થી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી કેમિકલ ફોર્મ સહિતના સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવા છતાં પણ ૫ કલાક બાદ પણ આગ કાબૂ માં આવી ન હતી.આગ લાગી તે સ્થળ ઉપર જ જીઈબીની હાઈટેન્શન લાઈન પસાર થતી હોય લોકોના જીવ તાળવે ચોંટતા વીજ પુરવઠો પણ તાત્કાલિક આર થી બંધ કરવામાં આવ્યો હતો.તો આગમાં નજીકમાં પાર્ક કરેલ ફોર વ્હીલર કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.આગ ભયંકર બાજુની કંપની માં ન પ્રસરે તેના ફાયર ફાયટરો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અને નજીક માં આવેલી સોસાયટીના રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: