હાલ મા કંપની ને આઈ.સી.એ.આઈ તેમજ એલ.એ.સી.પી. દ્વારા એવોર્ડ થી નવાજ્યા છે.
એસોચેમ વાઇબ્રન્ટ ભારત સી એફ ઓ સમિટ & એવોર્ડ્સ ૨૦૨૩ નવી દિલ્હી દ્વારા ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફાઇનાન્સિયલ સ્ટાન્ડર્ડ અને લીડરશીપ એવોર્ડ થી દિપક ગ્રુપના ડિરેક્ટર – ફાઇનાન્સ અને ગ્રુપ સી.એફ.ઓ. સંજય ઉપાધ્યાય ને ધ બેસ્ટ સી.એફ.ઓ. ઓફ ધ યર (કેમિકેલ સેક્ટર) ના એવોર્ડ થી સન્માનિત કરી નવાજવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે ઇન્ડસ્ટ્રી લીડરોની જ્યુરી ના કડક માપદંડ વચ્ચે દીપક નાઇટ્રેટ લિમિટેડ ને ફરી એક વખત બેસ્ટ સી.એફ.ઓ. ઓફ ધ યર નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ પૂર્વ ફાઇનાન્સ સેક્રેટેરી, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ના સુભાષચંદ્ર ગર્ગ દ્વારા સંજય ઉપાધ્યાયને તેમના ફાઇનાન્સ ના કાર્યક્ષેત્રમાં અથાગ પરિશ્રમ,નવી પદ્ધતિઓના અમલ માટે, લીડરશીપ,સારા વહીવટ અંગેની કટિબદ્ધતા તેમજ જરૂરી ફાઇનાન્સ ઇકો સિસ્ટમ બનાવી કંપનીને સશક્ત બનવવા માટે કરેલ મહેનત ને કારણે તેઓ ને અર્પણ કરાયો હતો.જેની સત્તાવાર માહિતી કંપની થકી પ્રાપ્ત થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ દીપક નાઇટ્રેટ લિમિટેડ ને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા કંપની ના સને ૨૦૨૧-૨૨ ના ૫૧ માં વાર્ષિક અહેવાલ માટે ઉચ્ચકક્ષા નો સિલ્વર એવોર્ડ પણ મળેલ છે.
આ ઉપરાંત,હાલમાંજ કંપનીને લીગ ઓફ અમેરિકન કોમ્યુનિકેશન પ્રોફેશનલ(LACP) દ્વારા ગોલ્ડ એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવેલ છે.જો કે કંપની દ્વારા આ બધા એવોર્ડ ઉચ્ચકક્ષા ના માપદંડો,વહીવટ માં પારદર્શકતા,મેક ઈન ઇન્ડિયા અને રિસ્પોન્સિબલ કેમેસ્ટ્રી જેવા ધ્યેયોને સિદ્ધ કરતા દેશની તેમજ વિદેશો ની નામાંકિત સંસ્થાઓ દ્વારા કંપનીને તેમજ તેમના અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.અત્રે નોંધનીય છે કે દિપક નાઇટ્રેટ ગ્રૂપ ના ગુજરાતમાં વડોદરા ખાતે નંદેસરી માં અને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે પ્લાન્ટ આવેલા છે.તદ્ઉપરાંત મહારાષ્ટ્ માં રોહા તેમજ અને તલોજા અને કર્ણાટક ના હૈદરાબાદ મુકામે કેમિકલ નું ઉત્પાદન કરતા યુનિટ કાર્યરત છે
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ- સત્યા ટીવી વાગરા