Satya Tv News

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે રામજી મંદિર અને ટ્રસ્ટની જમીનને લઈને વિવાદ

દેત્રાલ રામજી મંદિરે રાજકીય રંગ આપવાના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ સંબોધી

દેશની આઝાદી પછી આ મંદિરોની જમીનોને ટ્રસ્ટ બનાવી દેખરેખ માટે અપાઈ

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે રામજી મંદિર અને ટ્રસ્ટની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ટ્રસ્તના નામની સામે ગજાનંદ મહંતએ પણ મેદાનમાં ઉતરી પત્રકાર પરિષદ સંબોધી હતી.

YouTube player

ભરૂચ જિલ્લાના દેત્રાલ ગામે રામજી મંદિર અને ટ્રસ્ટની જમીનને લઈને ન્યાયક કાર્યવાહી ચાલી રહી છે.ત્યારે પ્રશ્ન નામ ચડાવવા મુદ્દે ફરિયાદી પક્ષે પત્રકાર પરિષદ સંબોધ્યા બાદ સામે પક્ષ પણ મેદાનમાં આવ્યું છે.ગજાનંદ મહંતે પણ પોતાના એડવોકેટ સી.જે પટેલને સાથે રાખી પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં દેત્રાલ રામજી મંદિરને એક રાજકીય રંગ આપતા હોવાના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ સંબોધી હતી.વર્ષો પહેલા રાજા રજવાડા ના સમય દરમિયાન મહંતો અને ગોસ્વામીઓને ગામમાં જમીન આપવામાં આવતી હતી અને ત્યાર બાદ દેશ ની આઝાદી પછી આ તમામ મંદિરો અને જમીનોને ટ્રસ્ટ બનાવી મહંતો અને ગોસ્વામીઓને જમીન અને મંદિરની દેખરેખ માટે અપાવામાં આવી હતી.ત્યારે ગામ માં રહેતા મહંતો,બ્રાહ્મણો અને ગોસ્વામીઓની આપવા આવતા મંદિરો અને જમીનો સાર્વજનિક નથી.ત્યારે ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે રામજી મંદિરના વિવાદને 2010 પછી 2022 થી ચૂંટણીમાં રાજકીય રંગ આપીને કેટલાક લોકો પોતાના રોટલા શેકતા હોવાના આક્ષેપ સાથે રામજી મંદિરના સંચાલક ગજાનંદ મહંતે આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી સાથે માનહાની પણ કરવી પડે તો આવનાર સમય માં ખચકાઈશું નહિ તેમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું..

વિડીયો જાર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: