Satya Tv News

ફાયર ડે પહેલા વડોદરામાં જનજાગૃતિ લાવવા માટે આજે ફાયર બ્રિગેડ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેનર્સ અને પોસ્ટર્સ લગાવીને સાવચેતી રાખવાના સૂચન કરવામાં આવ્યા હતા.

મુંબઈના દરિયામાં માલ જહાજ વાહક અગન ગોળામાં ફેરવાઈને નાશ પામ્યું તે બનાવમાં ફાયર બ્રિગેડના 66 જવાનો શહીદ થતાં તેમના માનમાં તા.14 એપ્રિલે ફાયર ડે મનાવવામાં આવે છે.

વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા આ નિમિત્તે આજે બદામની બાગ સ્થિત ફાયર કંટ્રોલરૂમ ખાતેથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહુમાળી બિલ્ડીંગ માટે ઉપયોગી સાધનો સહિતના નાના-મોટા 15 થી વધુ સાધનોનું નિદર્શન રાખવામાં આવ્યું હતું.

ફાયર બ્રિગેડની આ રેલી માર્કેટ, ન્યાય મંદિર, માંડવી,પાણીગેટ,સરદાર એસ્ટેટ, અમિત નગર, ફતેગંજ રેસકોર્સ, ગોત્રી,વડસર, તરસાલી,ડભોઇ રોડ થઈને અંદાજે 40 કિલોમીટર વિસ્તારમાં ફરી દાંડિયા બજાર ખાતે સંપન્ન થવાની છે. 

error: