Satya Tv News

ચીનમાં એક મહિલાને વર્ષો સુધી સાંકળોથી બાંધીને રાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં કોર્ટે શુક્રવારે સજા સંભળાવી હતી. મહિલાના પતિ સહિત છ લોકોને જુદા જુદા આરોપમાં 8 થી 13 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

આ સમગ્ર મામલો 2022માં એક વ્લોગરના વીડિયો પરથી સામે આવ્યો હતો. જ્યારે તેને ચીનના દૂરના વિસ્તાર ફેંગશિયાનમાં એક મહિલા મળી, જેની ગરદનને સાંકળથી બાંધીને રાખવામાં આવી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ ચીનના લોકોએ મહિલા માટે ન્યાયની માંગ કરી હતી.

ગયા વર્ષે જ્યારે પકડાયેલી મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો, ત્યારે ચીનમાં મહિલાઓની તસ્કરીની ચર્ચા શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે આરોપી પતિ ડોંગના પિતાએ મહિલાને દાણચોર પાસેથી ખરીદી હતી.

જો કે, શરૂઆતમાં સ્થાનિક પોલીસે આ સમગ્ર ઘટના મહિલા તસ્કરી સાથે સંબંધિત હોવાનો ઇનકાર કર્યો હતો. પછી જ્યારે સોશિયલ મીડિયા પર તે મોટો મુદ્દો બન્યો, ત્યારે યોગ્ય તપાસ શરૂ થઈ. લગભગ એક વર્ષ સુધી તપાસ ચાલ્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો હતો.

બીબીસીના રિપોર્ટ અનુસાર, કોર્ટે નિર્ણયમાં મહિલાના આખા જીવન સાથે જોડાયેલી માહિતી આપી છે, જેનું નામ શિયાઓ હમેઈ છે. કોર્ટે કહ્યું કે 1998માં જ્યારે મહિલા ટીનેજર હતી ત્યારે તેનું યુનાન પ્રાંતમાં તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પછી તેને ડોંગાઈ પ્રાંતના એક ખેડૂતને 600 ડોલર એટલે કે 49,000 રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. એક વર્ષ પછી 1999માં આ મહિલાને ફરીથી એક દંપતીને વેચવામાં આવી. જ્યારે દંપતી ડોંગના પિતાના ફરી સંપર્કમાં આવ્યું ત્યારે મહિલાને ત્રીજી વખત તેને વેચવામાં આવી હતી. આ ચુકાદા દરમિયાન, ન્યાયાધીશોએ નોંધ્યું હતું કે ડોંગના પરિવારને વેચવામાં આવે ત્યાં સુધી મહિલા પોતાની સંભાળ રાખવામાં સક્ષમ હતી. લોકો સાથે યોગ્ય રીતે વાત પણ કરતી હતી. કોર્ટે કહ્યું કે ડોંગ અને તેના પરિવારે મહિલા પર અત્યાચાર કર્યો. તેને 8 બાળકોને જન્મ આપવા મજબુર કરવામાં આવી હતી.

કોર્ટે કહ્યું કે ત્રીજા બાળકના જન્મ પછી શિયાઓ હુઆમીની માનસિક સ્થિતિ બગડવા લાગી. તેને સ્કિઝોફ્રેનિયા હતો. તેમ છતાં તેના પતિએ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા.

ડોંગે તેના પર ત્રાસ વધાર્યો. 2017માં ડોંગે તેને પરિવારથી દૂર એક રૂમમાં પુરી દીધી હતી. જેમાં ન તો વીજળી હતી કે ન તો પાણી. મહિલાને ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. ન્યાયાધીશ યાઓ હુઈએ કહ્યું કે ડોંગે ક્યારેય તેની પત્નીની સારવાર ડૉક્ટર પાસે કરાવી નથી. મહિલાની બગડતી હાલત છતાં તેની સાથે સંબંધ બાંધતો હતો.

બીબીસીના જણાવ્યા અનુસાર, જ્યારે કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો જાહેર કર્યો ત્યારે તેને એક કલાકમાં ચાઈનીઝ સોશિયલ મીડિયા પર 100 મિલિયન હિટ્સ મળી. મોટાભાગના યુઝર્સે આરોપીઓને ઓછી સજા મળવા સામે વાંધો ઉઠાવ્યો હતો. એક યુઝરે લખ્યું- કોઈની આખી જિંદગી બરબાદ કરવાની માત્ર આટલી જ સજા!

બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે તેની આખી જીંદગી બરબાદ થઈ ગઈ છે અને તેના પતિને માત્ર 9 વર્ષની સજા મળશે. સામાજિક કાર્યકરો માંગ કરી રહ્યા છે કે સજાને વધારીને 10 વર્ષથી વધુ કરવામાં આવે. શિયાઓ હમેઈને ગયા વર્ષે ડોંગના ઘરેથી બહાર કાઢીને સારવાર માટે મેડિકલ વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. તેની સારવાર હજુ ચાલી રહી છે

error: