Satya Tv News

ભરૂચના ઝનોર ગામે ઈંડાની લારી પર ધીંગાણું

ઈંડાની લારી પર ખાવા નહીં આવવાનું કહી ધીંગાણું સર્જાતા એટ્રોસિટીનો ગુનો દાખલ

ઈંડાની લારીવાળાએ આદિવાસી યુવકના માથામાં મારી દીધું ચપ્પુ

પોલીસે બંને પક્ષોની સામ સામે ફરીયાદ લઈ કાર્યવાહી શરૂ કરી

ઈંડાની લારી પર પૈસા આપવા બાબતે આદિવાસી યુવકોએ કર્યો હુમલો

ગ્રામ પંચાયતની ચૂંટણી પત્યા બાદ ભરૂચ તાલુકાના જનોર ગામે વારંવાર ધીંગાણું સર્જવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત મોડી રાત્રીએ ઈંડાની લારી ઉપર ખાવા અને પૈસા આપવા બાબતે ધીંગાણું સર્જાતા એક આદિવાસી યુવકના માથામાં ચપ્પુ મારી દેતા તેને લોહી લુહાણ અવસ્થામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદી રાજેશ વસાવાએ ફરિયાદ નોંધાવી છે જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે જનોર ગામની મુખ્ય ચોકડી ઉપર ઈંડા ખાવા ગયા હતા ત્યાં સંજય માછીની ઈંડાની લારી પર જઈ ચાર નંગ બોઇલ ઈંડાની માંગણી કરતા સંજય માછી એ જાતીય વિષેક ગાળો ભાંડતા વાતાવરણ તંગ બન્યું હતું.જેને જોઈ ભાવેશ દિનેશ માછી સહિત ના 6 જેટલા સંજય માછી ના સાગરીતો દ્વારા સ્થળ પર ઘસી આવી રાજેશ વસાવા પર તૂટી પડી લારી પર રહેલું ચપ્પુ ફરિયાદીના માથાના ભાગે મારી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી અને લોહી લુહાણા અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ બાબતે ઝનોર ગામના મહિલા સરપંચ પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે અવારનવાર આદિવાસી યુવકો ઉપર અત્યાચાર થતો રહે છે સાથે સાથે રેતી ખનન મુદ્દે પણ મહિલા સરપંચના પતિએ ગંભીર આક્ષેપ કરવા સાથે આગામી દિવસોમાં કલેકટર સંકુલમાં પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો

તો સામે પક્ષે પણ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે ઈંડાની લારી ઉપર પૈસા આપવા બાબતે આદિવાસી યુવકો એ હુમલો કર્યો હતો જેના પગલે પોલીસે સામે પક્ષની ફરિયાદ લઈને કાયદેસર ની કાર્યવાહી કરી હતી

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: