Satya Tv News

ડેડીયાપાડા પાણીની તકલીફ ઊભી થઈ
અરજદારો માટે પાણીની કોઈ સુવિધા નહિ
ઇલેકટ્રિક કુલર મશીન ખાઈ રહ્યું છે ધૂળ

ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં ભર ઉનારે અરજદારોને પીવાના પાણીની તકલીફ ઊભી થઈ છે.

પીવાના પાણી માટેના ઇલેકટ્રિક કુલર મશીન ઘણા સમયથી બંધ થઈ ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. જ્યારે લોકોને પીવા માટેનું પાણી બજારમાંથી વેચાતું લેવું પડે છે. કચેરી દ્વારા સ્ટાફ માટે મીનરલ વોટરના જગ મંગાવવામાં આવ્યા છે જયારે અરજદારો માટે કોઈ જ જાહેર વ્યવસ્થા ન કરાતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ દાખલાઓ માટે અરજદારોનો ઘસારો વધુ હોવાને કારણે બપોરે લોકોને પીવાના પાણી માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.ડેડીયાપાડા તાલુકામાં આવેલી મામલતદાર કચેરીમાં આવતા જાતિના દાખલા, રેશનકાર્ડ, 7-12, 8- અ કઢાવવા, તેમજ પ્રાંત કચેરીમાં આવતા જમીની મહેસુલને લગતા કામો, તેમજ અન્ય કામો માટે આવતા અરજદારો માટે પીવાના પાણી માટે કોઈ જાહેર વ્યવસ્થા ન હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી માટેના ઇલેકટ્રિક કુલર મશીન ચાલુ હતું તે બગડી જતા હાલ તે સમારકામ ના અભાવે કચેરીના ખૂણામાં ધૂળ ખાઈ રહ્યું છે. થોડા સમય અગાઉ શાળાઓના રિઝલ્ટ આવતા જાતિના દાખલા તેમજ અન્ય કામો માટે 40 ડીગ્રી તાપમાં લોકો મામલતદાર તેમજ પ્રાંત કચેરીએ આવતા હોય છે. કેટલીક વાર નેટવર્કના તકલીફને કારણે લોકોની દાખલાઓ માટે કલાકો સુધી લાંબી લાઈનો લાગે છે. ત્યારે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને તકલીફ પડે છે. લગભગ 3.5 લાખની વસ્તી ધરાવતા આટલા મોટા ડેડીયાપાડા તાલુકામાં એક જ બિલ્ડીંગમાં મામલતદાર તેમજ પ્રાંત એમ બંને કચેરી આવેલી હોવા છતાં લોકોને પીવાના શુદ્ધ પાણી માટે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સત્યા ટીવી  દેડીયાપાડા

error: