Satya Tv News

ડભોઇના અકોટી પાસે અક્સમાત
ધંધો-મજૂરી કરતો યુવાનને ઝડપી કારે
યુવાન નું ઘટના સ્થળે નીપજ્યું મોત
ચાંદોદ પોલીસે હાથ ધરી કાર્યવાહી

ડભોઇ તાલુકાના અકોટી પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક ચાલકને અડફેટે લેતા યુવાન નું ઘટના સ્થળે નીપજ્યું મોત; ચાંદોદ પોલીસે પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ડભોઇ શહેરના નવાપુરા બિલવાડા શીખ મોહલ્લા માં રહેતો અને છૂટક ધંધો-મજૂરી કરતો યુવાન વિજય બુધા વાઘરી ઉં.વ 18 આજરોજ વહેલી સવારે ધરે થી ફણગાવેલા મગ (વૈડા)ના વેચાવા માટે ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અકોટી ગામે ગયો હતો અકોટી ગામે મુખ્ય માર્ગ નજીકના મકાન માં ફણગાવેલા મગ આપી યુવાન ગ્રાહક પાસેથી પૈસા લઈ રહ્યો હતો તે દરમિયાન માં એકાએક પૂરપાટ ઝડપે આવતી PB 10 FK 6235 કાળમુખી ફોર્ડ કારે વિજયને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો કારમાં સવાર પરિવારને નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને આ ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો બનાવ અંગે ચાંદોદ પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાન ને પીએમ અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતના બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વિડિઓ જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે ડભોઇ

error: