Satya Tv News

BSFએ અમૃતસરમાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર વધુ એક પાકિસ્તાની ડ્રોન નષ્ટ કર્યો છે. ડ્રોન સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પણ મળી આવ્યાં છે.

  • BSFએ પાકિસ્તાની ડ્રોનનો કર્યો નાશ
  • બોર્ડર ક્રોસ કરીને ડ્રગ્સ ભારત પહોંચાડતા ડ્રોનનો નાશ
  • 2.700 કિલોગ્રામ વજનનાં ડ્રગ્સ મળી આવ્યાં

BSFને અમૃતસર સીમાની પાસે ડ્રગ્સ લઈ જતો વધુ એક પાકિસ્તાની ડ્રોન મળી આવ્યો છે. રવિવારે રાત્રે આશરે 8.30 કલાકે સીમા સુરક્ષા બળનાં જવાનોને બોર્ડરની નજીક આવેલ ધનોઈ ખુર્દ ગામમાં ડ્રોનનો અવાજ સંભળાયો હતો. ડ્રિલ કરી રહેલા જવાનોએ તાત્કાલિક એ ડ્રોનનો નાશ કર્યો.

BSFનાં DIG સંજય ગૌડે જણાવ્યું કે 27-28 મેની રાતે BSFની એક ટૂકડીએ અમૃતસર જિલ્લાનાં ધનોઈ ખુર્દ ગામની પાસે એક ડ્રોનનો નાશ કર્યો છે. માદક પદાર્થ હેરોઈનનાં 3 પેકેટ મળી આવ્યાં છે. સૈનિકોને આશરે 2.700 કિલોગ્રામ વજનનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. 

તપાસ બાદ સૈનિકોને કાળા રંગનું એક ડ્રોન ( ક્વાડકોપ્ટર, DJI મેટ્રિસ 300 RTK) મળી આવ્યો. આ ડ્રોનમાં નારકોટિક્સનો 1 બેગ હતો જે તાર સાથે બંધાયેલો હતો અને ડ્રગ્સનાં પેક ડ્રોનની અંદર મૂકવામાં આવ્યાં હતાં.  આમ ડ્રગ્સ મોકલવાની પાકિસ્તાનનો વધુ એક પ્રયાસ ભારતીય સૈનિકોએ નિષ્ફળ કર્યો છે.

આ મહિનાનો આ છઠ્ઠો એવો ડ્રોન છે જેને ભારતીય જવાનોએ નષ્ટ કર્યો છે. 23 મેનાં  અમૃતસર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન નષ્ટ કરવામાં આવ્યો હતો જેમાં પણ નશીલા પદાર્થો મૂકેલા હતાં. BSFનાં સૈનિકોએ 19 મેનાં રોજ 2 ડ્રોનને મારી નાખ્યાં હતાં અને ત્રીજાની અટકાયત કરી હતી. આ સિવાય 20 મેનાં પણ એક ડ્રોને ભારતીય હવાઈ ક્ષેત્રની સીમાને પાર કર્યું હતું  જેને અમૃતસર સેક્ટરમાં ગોળીબારી કરી રોકી દેવાયું હતું.

error: