ભરૂચકલેકટર કચેરી બહાર આંદોલન ઉગ્ર બન્યું
ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે વગાડી થાળીઓ
કલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો
માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
તંત્ર દ્વારા મહત્વતા પ્રોજેટ્સનું કામ શરૂ
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, મુંબઈ એક્સપ્રેસ હાઇવેમાં જમીત સંપાદન થયેલ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. યોગ્ય વળતરતી માંગ સાથે ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોને શાંત પાડવાના તંત્રના તમામ પ્રયાસો પણ તિષ્ફળ તીવડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા પ્રથમ હાઇવેતી કામગીરી બંધ કરાવી વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્ર દ્વારા ખેડૂતો સાથે મિટિંગ યોજી ખેડૂતોને આશ્વાસનો આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે તંત્રતી સાથે મિટિંગ કેટલાક ખેડૂતો માટે સંતોષકારક રહી તો કેટલાય ખેડૂતો આજે પણ તંત્ર સામે યોગ્ય વળતરતી માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.જેમાં આજે ભરૂચ કલેકટરાલય બહાર ખેડૂતો દ્વારા થાળીયો વગાડી પોતાનો વિરોધ વ્યક્ત કરી પોતાના માટે તે યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.ખેડૂતો 2013 ના નિયમ મુજબ વળતર તી માંગ કરી રહ્યા છે. જે મામલો દિવસે ને દિવસે રાજકીય રંગ સાથે વિરોધ ના સુર વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બતી રહ્યો છે.સુરત અને નવસારી જીલ્લામાં એક્સપ્રેસ હાઇવેમાં સંપાદિત થયેલ જમીતતા ખેડૂતોને જે ભાવ આપવામાં આવ્યા છે. એ મુજબ ભાવ ભરૂચ જીલ્લામાં પણ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે, અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્રે એ પણ ઉલ્લેખતીય છે કે, તાજેતરમાં જ પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ મહત્વતા પ્રોજેટ્સનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખેડુતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા તેઓને યોગ્ય વળતર તહિ મળે તો આ મુદ્દે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ