Satya Tv News

ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડરની ક્રાઈમ બ્રાંચે 3 પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. 2022માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ ભાગતો ફરતો હતો. અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટને અંજામ આપવા આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે મેમ્કો આનંદ હોસ્પિટલ સામેથી લૂંટારાને ને ઝડપી લીધો હતો.

લૂંટારા પાસેથી 2 તમંચા, 1 પિસ્ટલ અને 12 કારતૂસ મળી આવ્યા હતા.2007માં ઓઢવમાં, 2008માં પાલનપુરમા, મોરબીમાં, વિરમગામમાં, રાજકોટમાં અને મધ્યપ્રદેશમાં ફાયરિંગ કરીને આંગડિયા લૂંટો કરી હતી. છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં જ હતો, પરંતુ 2022 માં તે પેરોલ ઉપર છૂટયા બાદ હાજર થયો ન હતો.પૂછપરછમાં જણાવ્યું કે, તે સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટ કરવા માટે આવ્યો હતો.

મોરબીની ડબલ મર્ડર સાથેની આંગડિયા લૂંટમાં તેને આજીવન કેદની સજા થઇ હતી. 2022 માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ તેણે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોહદમાં રૂ.14 લાખની લૂંટ કરી હતી. જેમાં પોલીસે પ્રયાસ કરતા લુટારાના એક સાગરીતને ગોળી વાગી હતી.

મોરબીમાં ડબલ મર્ડર સાથે લૂંટ કરીને અલ્કેશસિંગ ભાગ્યો હતો. જેથી તેને પકડવા સમગ્ર ગુજરાતમાં નાકાબંધી કરવામાં આવી હતી, ત્યારે તે વિરમગામ પાસે પોલીસ ઉપર હુમલો કરીને નાકાબંધી તોડીને ભાગ્યો હતો. જેથી તેની વિરુદ્ધ ખૂનની કોશિષનો ગુનો નોંધવામાં આવ્યો હતો

error: