Satya Tv News

આંજણા ફાર્મમાં લેસ અને કાપડનું કારખાનું ધરાવતા યુવાનને ધંધામાં નુકશાન થતા લેસના વેપારી અને તેના કાકાનું કુલ રૂ.23.50 લાખનું પેમેન્ટ બાકી છે

યુવાને માલ ભરી નહીં જવા કહ્યું તો ધમકી આપતા પોલીસમાં અરજી કરી હતી : સલાબતપુરા પોલીસે અરજીના આધારે ગુનો નોંધ્યો

સુરતના આંજણા ફાર્મમાં લેસ અને કાપડનું કારખાનું ધરાવતા યુવાનને ધંધામાં નુકશાન થતા લેસના વેપારી અને તેના કાકાનું કુલ રૂ.23.50 લાખનું પેમેન્ટ બાકી હતું. આ બાકી પેમેન્ટના બદલામાં વેપારી કારખાનામાંથી રૂ.24 લાખની મત્તાનું કાપડ, લેપટોપ ટેમ્પોમાં ભરી જતા યુવાને અટકાવતા વેપારીએ ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી વૃંદાવન રેસિડન્સી ઘર નં.84 માં રહેતા 34 વર્ષીયને આંજણા ફાર્મ જય ઈન્ડસ્ટ્રીઝમાં સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઇઝના નામે લેસ અને કાપડનું કારખાનું ધરાવે છે. લીંબાયતમાં ગણેશ લેસના નામે વેપાર કરતા નીકુંજ કાછડીયા પાસેથી તે માલ ખરીદતા હોય તેમનું રૂ.3.50 લાખનું અને મહાલક્ષ્મી ફેશનના નામે વેપાર કરતા તેમના કાકા પ્રફુલાને રૂ.20 લાખ મળી કુલ રૂ.23.50 લાખનું પેમેન્ટ ધંધામાં નુકશાન થતા ચૂકવી શક્યા નહોતા. જોકે, થોડાથોડા પૈસા તે ચુકવતા હતા. ફોન કરી તેમ કરવા ના પાડતા નીકુંજે ધમકી આપી હતી. આથી આશિષ પોલીસમાં અરજી કરી હતી. તેના આધારે સલાબતપુરા પોલીસે ગતરોજ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: