Satya Tv News

ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે અકસ્માતને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી છે.

આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો. રેલવેના જણાવ્યા અનુસાર કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ પછી કોરોમંડલ ટ્રેનની કેટલીક બોગી પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ બોગી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. કેટલીક બોગી માલગાડીની ઉપર ચઢી ગઈ હતી.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તે અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. રેલવે મંત્રાલયે સવારે જ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કહ્યું- મેં હમણાં જ ટ્રેન દુર્ઘટનાની સ્થિતિની સમીક્ષા કરી. હું સવારે સ્થળની મુલાકાત લઈશ.
ઓડિશા સરકારે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો શનિવારે યોજાનાર ઉદ્ઘાટન સમારોહને ટ્રેન દુર્ઘટના બાદ રદ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર, એસપી, રેન્જ આઈજી પોલીસ સહિત 3 NDRF ટીમો અને 20થી વધુ ફાયર સર્વિસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
ભુવનેશ્વરમાં અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે 115 એમ્બ્યુલન્સ, 50 બસો અને 45 મોબાઈલ હેલ્થ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 1200 રેસ્ક્યુ કર્મીઓ પણ હાજર છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું કે ભુવનેશ્વર અને કોલકાતાથી બચાવ ટીમો મોકલવામાં આવી છે. NDRF, રાજ્ય સરકારની ટીમો અને એરફોર્સના હેલિકોપ્ટર બચાવ માટે પહોંચી ગયા છે.

ઘાયલોને મદદ કરવા માટે 2000થી વધુ લોકો રાતથી બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર ઉભા છે. અનેક લોકોએ રક્તદાન પણ કર્યું હતું.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સ (SCA) એ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એઈમ્સ ભુવનેશ્વરમાં ઈજાગ્રસ્તો માટે પથારી, ICU વગેરેની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી છે.

ટ્રેન નંબર 12864 બેંગલુરુ – હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 જૂનના રોજ સવારે 7:30 વાગ્યે બેંગલુરુના યશવંતપુર સ્ટેશનથી રવાના થઈ હતી. 2 જૂને રાત્રે લગભગ 8 વાગે હાવડા પહોંચવાનું હતું. એ એના નિર્ધારિત સમય કરતાં 3.30 કલાકના વિલંબ સાથે 06:30 વાગ્યે ભદ્રક પહોંચી હતી. આગલું સ્ટેશન બાલાસોર હતું, જ્યાં ટ્રેન 4 કલાકના વિલંબ સાથે 7:52 વાગ્યે પહોંચવાની હતી.

જ્યારે ટ્રેન નંબર 12841 શાલિમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂને જ બપોરે 3:20 વાગ્યે હાવડાથી રવાના થઈ હતી. એ 3 જૂને સાંજે 4:50 વાગ્યે ચેન્નઈ સેન્ટ્રલ પહોંચે છે. એ સાંજે 6.37 વાગ્યે બાલાસોર પહોંચી. આગલું સ્ટેશન ભદ્રક હતું, જ્યાં ટ્રેન 7:40 વાગ્યે પહોંચવાની હતી, પરંતુ, લગભગ 7 વાગ્યે બંને ટ્રેન બહાનગા બજાર સ્ટેશન પાસે સામસામે પસાર થઈ હતી ત્યારે જ અકસ્માત થયો હતો.

અકસ્માતની તસવીરો…..

ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું.

ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું.

અકસ્માત એટલો ભયાનક હતો કે કોરોમંડલ એક્સપ્રેસની બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે કોરોમંડલ એક્સપ્રેસની બોગી સંપૂર્ણપણે પલટી ગઈ હતી.

ઘાયલ થયેલા મુસાફરોને બહાનગાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ઘાયલ થયેલા મુસાફરોને બહાનગાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનમાં ફસાયેલા લોકોને સીડી લગાવીને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેનમાં ફસાયેલા લોકોને સીડી લગાવીને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

સિગ્નલ ફેઇલ હોવાના કારણે બન્ને ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી.

સિગ્નલ ફેઇલ હોવાના કારણે બન્ને ટ્રેન એક જ ટ્રેક પર અથડાઈ હતી.

3 ફેબ્રુઆરી 2009ના રોજ ઓડિશાના જાજપુર જિલ્લામાં પાટા બદલતી વખતે કોરોમંડલ એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયાં હતાં. યોગાનુયોગ એ દિવસે પણ શુક્રવાર હતો.

15 માર્ચ, 2002ના રોજ બપોરે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ટ્રેનના સાત કોચ પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં 100 મુસાફર ઘાયલ થયા હતા. 14 જાન્યુઆરી 2012ના રોજ ઓડિશાના લિંગરાજ સ્ટેશન નજીક આ ટ્રેનના જનરલ ડબ્બામાં આગ લાગી હતી.

હાલ 50થી વધુ એમ્બ્યુલન્સ સ્થળ પર તહેનાત છે. ઘાયલ મુસાફરોને બહાનગાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાલાસોર અને અન્ય નજીકના જિલ્લાઓમાંથી પણ મદદ માટે મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. પ્રશાસને અકસ્માતને લઈને ઈમર્જન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જાહેર કર્યો છે. આ રૂટ પરની 6 ટ્રેન રદ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

error: