Satya Tv News

શિનોરમાં આવેલ કેનાલ પાસે યુવાનનું મોત
મોટર સાયકલ સ્લીપ થતા યુવાનનું મોત
પરિવારજનોમાં શોકનું મોજું ફરી વર્યું
અકસ્માત સ્થળે લોકટોળા ઉમટી પડયા

શિનોરના સુરાશામળ – સાધલી માર્ગ પર આવેલ કેનાલ પાસે મોટર સાઇકલ સ્લીપ થઈ જતાં 19 વર્ષીય યુવાન નું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજતાં મૃતક યુવાન ના પરિવારજનોમાં શોક નું મોજું ફરી વર્યું હતું

શિનોર તાલુકાના સુરાશામળ ગામે રહેતો 19 વર્ષીય રાહુલ નામનો યુવાન મોટર સાઇકલ લઈને સુરાશામળ – સાધલી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન સુરાશામળ – સાધલી માર્ગ પર આવેલ કેનાલ પાસે એકાએક મોટર સાઇકલ સ્લીપ થઈ જતાં મોટર સાઇકલ ચાલક આશરે 20 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો.જેના કારણે મોટર સાઇકલ ચાલક રાહુલ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ દરમિયાન ત્યાંથી પસાર થતાં રાહદારીઓ દ્વારા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.જો કે એમ્બ્યુલન્સ આવે તે પહેલાં 19 વર્ષીય રાહુલ નું મોત નીપજ્યું હતું.જે અકસ્માત અંગેની વાત વાયુવેગે આજુબાજુ ના વિસ્તારોમાં ફેલાઈ જતાં અકસ્માત સ્થળે લોકટોળા ઉમટી પડયા હતાં.

વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: