Satya Tv News

વાગરામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
સાયખાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઉજવણી
અરુણસિંહ રણાના હસ્તે કરાયું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વાગરા તાલુકાની સાયખાં GIDC માં પણ સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ધારાસભ્ય,મામલતદાર સહિત અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

સૃષ્ટિ ઉપર પર્યાવરણનું સંતુલન યોગ્ય રીતે જળવાઈ રહે તથા લોકોમાં પર્યાવરણની સમતુલા અને તેના જતન બાબતે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુ સાથે દર વર્ષે પાંચમી જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને વાગરા તાલુકામાં આવેલ સાયખાં જી.આઈ.ડી.સી. કાર્યાલય ના પટાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વાગરા ના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે GIDC કાર્યાલયના પ્રાગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.ત્યાર બાદ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પર્યાવરણ જાગૃતિ અંગે ઉપસ્થિત ઉદ્યોગકારો સહિત ધારાસભ્યએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. જી.આઇ.ડી.સી. ને કનડતા પ્રાણ પ્રશ્નો અંગે એસોસિએશનના પ્રતિનિધિઓ એ ધારાસભ્યને રજુઆત કરી હતી

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા.

error: