Satya Tv News

મેમુ ટ્રેન નીચે એક વ્યક્તિ કપાઈ જવાની ઘટના
ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત
ઘટના સ્થળે પહોંચી રેલવે પોલીસ
નડા વસાહત માં છવાઈ ગયો માતમ

ડભોઇ નડા ગામ વસાહત પાસે ટ્રેનની અડફેટે એક વ્યક્તિનું મોત પ્રતાપ નગર થી એકતા નગર જતી મેમુ ટ્રેન નીચે એક વ્યક્તિ કપાઈ જવાની ઘટના બનતા સમગ્ર વસાહત વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

વસાહતના લોકોને અવરજવર માટે રસ્તો બનાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી, હોવા છતાં લાગતા વળગતા અધિકારીઓ નિંદામાં પોઢી રહ્યા છે.ડભોઇ તાલુકાના નડા વસાહત રેલવે લાઈન પાસે થી વહેલી સવારે 07:00 વાગ્યે પગપાળા ખેતરે મજૂરીએ જઈ રહ્યા હતા. દરમિયાન નડા વસાહત ના વૃદ્ધ ચુનીલાલ મકાન તડવી નું ટ્રેન નીચે કપાઈ જતા મોત 09107 નંબરની ટ્રેન પ્રતાપ નગર થી એકતા નગર જતી હતી તે વેળા ઘટના બનવા પામી હતી. ઘટનાના પગલે ટ્રેન રોકવાની ફરજ પડી હતી.રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોતના પગલે નડા વસાહત માં માતમ છવાઈ ગયો હતો.જેથી કરી આજરોજ સવારે આ ઘટના બનવા પામી હતી. વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાં ઉઠવા પામી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભો

error: