Satya Tv News

વટારીયા ગામના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત
બસ ચાલકે ઇક્કો કારને મારી ટક્કર
ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત
અકસ્માતને પગલે કોઈને ઈજાઓ નહિ પોહચી

વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના બસ સ્ટેન્ડ સામે મહારાષ્ટ્ર પાર્સીંગના બસ ચાલકે ઇક્કો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

આજરોજ સાંજના સમયે મહારાષ્ટ્ર પાર્સીંગ પરિવહન નિગમની બસ નંબર-એમ.એચ.૨૦.બી.એલ.૩૧૭૩નો ચાલક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો , તે દરમિયાન બસ ચાલક વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામના બસ સ્ટેન્ડ સામે ઓવરટેક કરવા જતા સેંગપુર તરફથી આવતી ઇક્કો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ ઈજાઓ પહોંચી ન હતી પરંતુ કારને નુકશાન થવા પામ્યું હતું.

વિડીયો જર્નાલિસીટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: