પ્રાપ્ત જાણકારી પ્રમાણે લખીમપુરમાં 22 ગામો, 23 હજાર 516 લોકો અને 21.87 હેક્ટરનો પાને આ પુરની અસર વર્તાયેલી જોવા મળી રહી છે. જો કે આ વર્ષે પૂર હજુ પ્રારંભિક તબક્કામાં છે, સરકારે અત્યાર સુધીમાં ઉદલગુરી જિલ્લામાં માત્ર એક જ રાહત શિબિર સ્થાપી છે. જ્યારે લખીમપુરમાં 10 રાહત વિતરણ કેન્દ્રોમાં લોકોને ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, આસામમાં પૂરના કારણે લખીમપુર જીલ્લાની 216 હેકટર જેટલી જમીન પાણીમાં ડૂબેલી છે. ખેતરોમાં ભરાયેલા પાણીથી ઊભો પાક કોહવાઇ ગયો છે. લખીમપુર જીલ્લા માટે લશ્કર અને હેલિકોપ્ટરની સહાયને સાબદાં રખાયા છે. જો વરસાદ ચાલુ રહેશે તો લખીમપુર માટે મહા વિનાશક સાબિત થઇ શકે છે. અરૂણાચલના પહાડી વિસ્તારોમાં પણ પાણી ભરાઇ જવાના કારણે ખેતીને નુકશાન થયું છે.
આ ઉપરાંત ભારે વરસાદ પણ અહીં સતત તબાહી મચાવી રહ્યો છે. કેટલાય ઝાડ તૂટી પડ્યા છે અને કેટલાય ઘરોને નુકસાન પહોંચ્યું છે. જાણકારી અનુસાર, ગુરુવાર રાતે પણ થયેલા વરસાદ દરમિયાન કેટલાય ઝાડ અને ઘર પડી ગયા, જેમાં અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. હાલમાં આસામના 25 ગામો પૂરની ઝપેટમાં છે અને 215.57 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન થયું છે. તેમના મતે, વિશ્વનાથ, બોંગાઈગાંવ, ડિબ્રુગઢ, જોરહાટ, લખીમપુર, મોરીગાંવ, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં માટીનું ધોવાણ થયું છે.આ સહીત અનેક પશુઓને પણ નુકશાન થયું છે.