Satya Tv News

હરિભક્તને સભા સત્સંગ નહિ કરવાનું ફરમાન
હરિધુન બોલાવી પ્રતીકાત્મક હડતાલ પર બેસ્યા
ધરણા માટે પરવાનગી આપવા રજૂઆતો કરાઈ

YouTube player

ભરૂચના આત્મીય સંસ્કાર ભવનના ટ્રસ્ટીઓ અને હરિભક્તોનો વચ્ચેનો વિવાદ હજી સમ્યો નથી.ત્યારે આજ રોજ ભરૂચ કલેકટર કચેરી ખાતે ત્રણ વડીલ હરિભક્ત ધરણા પર બેસતા તેમની પાસે પરવાનગી નહિ હોવાના કારણે તેઓ હાલ પૂરતો કાર્યક્રમ મોકૂફ રાખીને પરવાનગી સાથે પુનઃ ઘરણા પર બેસવાનું જણાવ્યું હતું.

ભરૂચમાં કોલેજ રોડ ઉપર આત્મિય સંસ્કાર ભવન આવેલું છે.આ સંસ્કાર ભવન ટ્રસ્ટીઓ દ્વારા તાળા મારીને કોઈ પણ હરિભક્તને સભા સત્સંગ નહિ કરવાનું ફરમાન જારી કરી દેતા ટ્રસ્ટીઓ વિરુદ્ધ હરીભક્તોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો.આ બબાતે બે હજારથી વધુ હરિભકતોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆતો કરવા સાથે સંસ્કાર ભવન ખાતે હરિધુન બોલાવી પ્રતીકાત્મક ભૂખ હડતાલ ઉપર પણ બેસ્યા હતાં.જોકે ત્યાર બાદ હરિભકતોએ કલેકટર કચેરી ખાતે ઘરણા પ્રદર્શન કરવાની પરવાનગી માંગી હતી,પરંતુ વહીવટી તંત્ર દ્વારા પરવાનગી નહીં મળતાં બે હજાર હરિભકતો વતી ત્રણ વડીલ હરિભક્ત ધરણા ઉપર બેસ્યા હતાં.પરંતુ તેમની પાસે ધરણા ઉપર બેસવાની પરવાનગી નહીં હોવાના કારણે પોલીસ દ્વારા તેમને સૂચના આપીને ઉભા કરવામાં આવ્યા હતાં. આ બાબતે તેમણે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ધરણા માટે પરવાનગી આપવા રજૂઆતો કરાઈ હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: