Satya Tv News

PMCHમાં 105 લોકો અને NMCHમાં 110 લોકો હીટ સ્ટ્રોક અને સંબંધિત રોગોથી પીડિત

દાખલ દર્દીઓની સંખ્યામાં પણ અચાનક વધારો થયો

બિહાર આકરી ગરમી અને તડકાના કહેરથી ઝઝૂમી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પટનાની બે મોટી હોસ્પિટલમાં 35 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી 19 NMCH અને 16 PMCHમાં મૃત્યુ પામ્યા છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન પીએમસીએચમાં 105 લોકો અને એનએમસીએચમાં 110 લોકો હીટ સ્ટ્રોક અને સંબંધિત રોગોથી પીડિત છે.

સામાન્ય દિવસોમાં NMCHમાં બેથી ત્રણ લોકો મૃત્યુ પામતા હતા. પીએમસીએચના ઇમરજન્સી ઇન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા અનુસાર, ગરમીના પ્રકોપને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ અચાનક વધારો થયો છે. પ્રાથમિક સારવાર બાદ સામાન્ય થતા દર્દીઓને પણ વોર્ડમાં ખસેડવામાં આવી રહ્યા છે.

પીએમસીએચના મેડિસિન વિભાગના ડોકટરે જણાવ્યું હતું કે, શનિવારે માત્ર છ કલાકમાં જ 16 લોકો હીટ સ્ટ્રોક અને સંબંધિત રોગોને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું કે, હીટ સ્ટ્રોકના દર્દીઓને ગંભીર માથાનો દુખાવો, તાવ, ચક્કર આવવા, ઉલ્ટી-ઝાડા, લો બ્લડ પ્રેશર જેવી ફરિયાદો જોવા મળી છે

error: