પાંચ ઈસમો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થતા ચકચાર
વાગરા ના મોસમ ફીડર પર કામ કરતા DGVCL ના કર્મીઓ ને મોસમ ગામના પાંચ ઈસમો એ ગાળો ભાંડી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પાંચ શખ્સો વિરુદ્ધ રાયોટિંગ અને એટ્રોસિટી મુજબ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી.
બીપરજોય વાવઝોડા ને પગલે વીજળી ગુલ થવા ની સમસ્યા નું સમાધાન થતુ નથી.આવી પરિસ્થિતિ વચ્ચે DGVCL કર્મીઓ અને પ્રજાજનો ની હાલત કફોડી થવા પામી છે.વીજ લાઈન ના એક ફોલ્ટ નું સમાધાન થાય ત્યાંજ બીજા અનેક ફોલ્ટ આવતા વીજળી નહિ મળતા અનેક ગામના લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.બીપરજોય ની અસર હવે નહિવત થતા સ્થાનિકો ને વીજળી મળશે ની આશાઓ વધી ગઈ છે.તેમ છતાં વીજળી ખોરવાઈ જવાની બાબત સામે આવી રહી છે.સતત પવન ના સપાટા સામે ઝીંક ઝીલી ને પણ DGVCL ના કર્મીઓ રાત દિવસ કામ કરવા છતાંયે તેમની મુશ્કેલીઓ દૂર થવાનું નામ લેતી નથી.ગતરોજ રાત્રી ના વાગરા ના મોસમ ફીડર પર DGVCL ના કર્મચારીઓ કામ કરતા હતા એ દરમિયાન મોસમ ગામના પાંચ ઈસમો ઇકો ગાડી લઈને આવ્યા હતા.અને જાતિવિષયક ગાળો બોલી વીજ કર્મીઓ પર હુમલો કરી માર મારતા મામલો બીચકયો હતો.આ અંગે ફરિયાદી દિલીપભાઈ રાઠવા એ ભરત પ્રભાત ગોહિલ,દિનેશ ગોહિલ,ઈશ્વર ગોહિલ,કેહર ગોહિલ તેમજ ધર્મેશ ગોહિલ તમામ રહે,મોસમ,તા.વાગરા ના ઓ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વાગરા પોલીસે ઇ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭,૧૪૯,૩૨૩,૩૩૨,૩૫૩,૫૦૪, ૫૦૬(૨) તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબ ગુનો નો નોંધ્યો હતો.પોલીસે સરકારી કામ માં રૂકાવટ કરી ફરિયાદીની ફેટ પકડી જાતિવિષયક ગાળો ભાંડી બે ત્રણ તમાચા મારવા તેમજ સહ કર્મીઓ સાથે બોલાચાલી કરી તેમને ઢીકાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પાંચેય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા ડી.જી.વી.સી.એલ માં ૪૨ ગામડા,સાયખાં તેમજ વિલાયત GIDC નો સમાવેશ થાય છે.૨૫ ફીડર ને ચલાવવા માટે માત્ર ૧૭ નો ટેક્નિકલ સ્ટાફ કાર્યરત છે.ત્યારે ૩૦ % થી વધુ ખાલી જગ્યાઓ ભરી વીજ કંપની કાયમી ઉકેલ લાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા