
સમગ્ર વિશ્વમાં આજના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.જેના ભાગરૂપે વાગરા સિવિલ કોર્ટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી


.જેમાં વાગરા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ આર સી સોઢાપરમાર, એડિશનલ સિવિલ જજ એસ બી દેવડા, વાગરા વકીલ મંડળ ના પ્રમુખ જે.એચ કાદરી તેમજ વકીલ મિત્રો અને કોર્ટ સ્ટાફ જોડાયો હતો.આ તબક્કે શરીર ને તંદુરસ્ત રાખવા યોગનું મહત્વ અને તેના લાભાલાભ વિશે ઉપસ્થિત લોકોને અવગત કરવામાં આવ્યા હતા.યોગ માત્ર યોગ દિવસ પૂરતો ન રહે એ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.



