Satya Tv News

ભરૂચ જીલ્લાની યુવતીઓ સાવધાન

સોસિયલ મીડિયાનો વધુ એક ગુનો દર્જ

નેત્રંગમાં પ્રેમીએ કર્યા પ્રેમિકાના વિડીયો વાયરલ

નેત્રંગ પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ

નેત્રંગની યુવતી અન્ય સાથે વાતચીત કરતી હોવાના વ્હેમે પ્રેમીએ સોશ્યલ મીડિયા પર યુવતીના સ્નાન કરતા ફોટો-વિડીયો અપલોડ કરી વાયરલ કરતા ગુનો દાખલ કરાયો છે.

નેત્રંગની યુવતીને ફળિયામાં જ રેહતા વિશાલ દિનેશ વસાવા સાથે 5 વર્ષ પેહલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે એક વર્ષમાં જ ઘરમાં આ પ્રેમ પ્રકરણની ખબર પડી ગઈ હતી.માતા-પિતાએ યુવતીને સુરત કાકાના ઘરે મોકલી આપી હતી. જ્યાં તે સુરતના તબીબના ઘરે કામ કરતી હતી. કોરોના મહામારીમાં યુવતીએ સ્માર્ટફોન ખરીદતા તેના પરથી વિશાલના સંપર્કમાં આવી ફરી વાતચીત કરી હતી.

બન્ને ફોન પર વાત કરવા સાથે વિડીયો કોલ કરતા હતા. યુવતી સ્નાન કરવા જતી ત્યારે પણ પ્રેમીને વિડીયો કોલ કરતી. પ્રેમી પાસે યુવતીના ઇન્ટ્રાગ્રામ અને ફેસબુકના ID પાસવર્ડ પણ હતા.દરમિયાન યુવક વિશાલને યુવતી અન્ય સાથે વાતચીત કરતી હોવાનો વહેમ જતા સુરત 7 જૂને યુવાન યુવતીના કાકાના ઘરે પોહચી તેનો મોબાઈલ આંચકી લઈ ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી.

બાદમાં મોબાઈલ આપી ગયા બાદ 8 જૂને ફરી કાકાના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. બાદમાં યુવતીએ વિશાલનો ફોન ઉઠાવવાનો જ બંધ કરી દેતા રોષે ભરાયેલા પ્રેમીએ 20 જૂને યુવતીના ઇન્ટ્રા અને ફેસબુક એકાઉન્ટ સાથે પોતાના સોશ્યલ મીડિયા પર પણ યુવતીના સ્નાન કરતા અને કપડાં ઉતારતા વિડીયો ફોટા અપલોડ કરી વાયરલ કરી દીધા હતા. યુવતીએ નેત્રંગ આવી 24 જૂને માતા પિતા સાથે પોલીસ મથકે જઈ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી નેત્રંગ

error: