Satya Tv News

https://fb.watch/lqi0Zg1sk2/

નાંદ ગ્રામ પંચાયતના સરપંચનો પાવર
પરવાનગીએ વગર કાપ્યા વૃક્ષો
ખેડૂતે મામલતદાર પાસે ન્યાયની ગુહાર

ભરૂચ જિલ્લાના નાંદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વગર પરવાનગીએ વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરી મામલતદાર પાસે ન્યાયની ગુહાર લગાવવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના ઝનોર પાસે આવેલ નાંદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ કરી વગર પરવાનગીએ વૃક્ષો કાપી સંપત્તિને નુકસાન પહોંચાડવાનું કૃત્ય આચરવામાં આવ્યું, હોવાના આક્ષેપ એક ઈસમ દ્વારા કરવામાં આવ્યો.પરમાર રામજી ફૂલજી ના જણાવ્યા અનુસાર પોતાની ગભાંણમાં 62 વર્ષ થી આંબલી તેમજ સમડીનું વૃક્ષ આવેલ હતું, સદર વૃક્ષો કોઈના પણ હિતને નુકસાન પોહચાદે તેમ ન હોવા છતાં પરમાર ફરિયામાં રહેતા કેટલાક ઈસમો દ્વારા પરમાર ફરિયામાં આવવા જવા માટે નડતર રૂપ હોય, એવી ખોટી માહિતી નાંદ ગ્રામ પંચાયતને આપી અરજી કરવામાં આવી હતી,તેથી નાંદ ગ્રામ પંચાયત દ્વારા સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ કલેકટરને અરજી કરવામાં આવી હતી,પરંતુ રામજીની માલિકી ની જમીનમાં આવેલા વૃક્ષો કોઈને પણ અડચણ રૂપ ન હોય, છતાં સ્થાનિકોના કહેવાથી કોઈ પણ પ્રકારનું સ્થાન નિરીક્ષણ કર્યા વગર અને રામજીની પરવાનગી તેમજ જવાબો લીધા વગર કલેકટરને અરજી કરવામાં આવતા રામજી દ્વારા વાંધા જનક અરજી કલેકટર સમક્ષ કરવામાં આવી હતી,પરંતુ નાંદ ગ્રામ પંચાયત દ્વારા આંબલીના ઘટાદાર વૃક્ષને જીસીબી તેમજ કટર મશીન મારફતે રાતના અંધારાનો લાભ લઈ કાપી ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય કરી નદીમાં નાખી દેવામાં આવ્યું હતું, તેમજ ગામમાં પગ મૂક્યો તો જાન થી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી રામજી દ્વારા નબીપુર પોલીસ મથકે નાંદ ગામના સરપંચ રતિલાલ વિઠ્ઠલ વસાવા,સરપંચના પુત્ર, ડે.સરપંચ લક્ષમણ ભટુ રાવત,તેમજ ભાઈલાલ દેવજી પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી. તેમજ સદર વૃક્ષો છેદન મુદ્દે મામલતદારમાં અરજી કરી ન્યાયની ગુહાર લગાડવામાં આવી હતી,

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજ

error: