જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ એક ગામ મા રહેતી ૩૧ વર્ષીય મહિલા ઉપર ગામ ના જ અન્ય વિસ્તાર મા રહેતા ઈસમે છેલ્લા ચાર વર્ષ થી મહિલા ની મરજી વિરુદ્ધ બળજબરી પુર્વક શારીરિક સબંધ બાંધી ને જયારે મહિલા એ સબંધ રાખવાની ના પાડતા રોષે ભરાયેલ ઈસમે મહિલા ને મારઝૂડ કરી જાન થી મારી નાંખવા ની ધમકી આપ્યા ની ફરિયાદ જંબુસર પોલીસ મથકે ભોગ બનનાર મહિલા એ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ ડીવાયએસપી ( એસ.સી.એસ.ટી.) સેલ ભરૂચ ના ઓ એ સંભાળી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ એક ગામ મા રહેતી અનુસુચિત જાતિ ની ૩૧ વર્ષીય મહિલા સાથે ગામ ના અન્ય ફળીયા મા રહેતા નરેન્દ્ર નામના એક ઈસમે ૨૦૧૯ થી ૧૩-૩-૨૦૨૩ દરમ્યાન જુદાજુદા સમયે મહિલા ની મરજી વિરુદ્ધ બળ જબરી પૂર્વક અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આખરે મહિલા એ નરેન્દ્ર ને સબંધ રાખવા ની ના પાડતા રોષે ભરાયેલ નરેન્દ્ર એ મહિલા સાથે મારઝૂડ કરી જાન થી મારી નાંખવા ની ધમકી આપી શારીરિક સંબંધ બાંધતા કંટાળેલી મહિલા એ નરેન્દ્ર વિરુદ્ધ જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા આરોપી નરેન્દ્ર ને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.