રોડ,રસ્તા,લાઈટ,પાણીને લઈ સ્થાનિકોમાં રોષ
પ્રાથમિક સુવિધાઓ અપાય તેવી કરાઈ માંગ
લાઈટો ન હોવાના કારણે છવાયું અંધારપટ
ભરૂચ નવજીવન સ્કૂલ પાછળ આવેલી નવીનગરી વિસ્તાર રોડ,રસ્તા,લાઈટ અને પાણી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.વહેલી તકે પાલિકા દ્વારા સ્થાનિકોની જરૂરિયાતો પૂર્ણ કરે તેવી માગ કરાઈ છે.
ભરૂચના કસક વિસ્તારમાં નવજીવન સ્કૂલની પાછળની ભાગે નવીનગરીના આવાસો આવેલા છે.જેમાં અનેક લોકો પરિવાર સાથે વસવાટ કરે છે.પરંતુ આ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહિ કર્યા હોવાના આક્ષેપો સાથે બુધવારના રોજ તેમના વિસ્તારમાં એકત્ર થઈને પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. પીવા માટે પાણીના નળ,લાઈટ અને અવર-જવર માટે રસ્તો જેના કારણે સ્થાનિકો ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.આ વિસ્તારમાં કોઈ બીમાર હોય તો કોઈ એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી,પીવાનું પાણી આપવા આવતા ટેમ્પોવાળા પણ રસ્તાના કારણે અંદર આવવાની ના પાડી દે છે.લાઈટો નહિ હોવાના કારણે રાત્રીના સમયે અંધારપટ છવાઈ જાય છે.આ રસ્તા માટે કોર્પોરેટરને રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય વહેલી તકે પાલિકા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અપાય તેવી માંગ કરાઈ હતી.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ