સમયસર નું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે: ડૉ. કેતન દોશી
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ ની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટર માં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.
છેલ્લા કેટલાક સમય થી હૃદય રોગ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.અને એમાં પણ પત્રકાર સંઘ ના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમાર નું હૃદય રોગ ના હુમલા થી મોત નિપજ્યુ હતુ.જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સતત ફિલ્ડ માં કામ કરતા પત્રકારો ની ચિંતા સતાવતી હતી.જેને ધ્યાને લઇ એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટર ના સહયોગ થી ફ્રી મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં જિલ્લા અને શહેર ના પત્રકારો અને તેમના પરિવાર ના ૮૦ જેટલા સભ્યો એ લાભ લીધો હતો.
આ પ્રસંગે ડૉ. કેતન દોશી એ હૃદય રોગ ના આવતા હુમલા વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી.સાથે તેના થી બચવા માટે લેવી પડતી સાવચેતી થી અવગત કર્યા હતા.સમયસર નું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે.તેમણે સક્રિય પત્રકાર સંઘ ના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશન માં ૨૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી.સંઘ દ્વારા આભાર પત્ર ડૉ. કેતન દોશી ને આપવામાં આવ્યુ હતુ.મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડોકટર સુનિલ નાગરાણી અને સ્ટાફ ના લોકોએ ખડેપગે સેવાઓ આપી હતી.કેમ્પ માં બાજા ના અધ્યક્ષ જયશીલ પટેલ,ઉપ પ્રમુખ નિલેશભાઈ ટેલર,પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત, સચિન પટેલ સહિત પત્રકારો ના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્ર વાછાણી એ કર્યું હતુ.જ્યારે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા કરી હતી.
જર્નલિસ્ટ,ઝફર ગડીમલ,સત્યા ટીવી,વાગરા.