Satya Tv News

ભ્રષ્ટાચાર કેસમાં માઉન્ટ આબુથી ધરપકડ કરાયેલા પૂર્વ IAS અધિકારી એસ.કે.લાંગાની ગાંધીનગર SP કચેરી ખાતે પૂછપરછ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેમની બેનામી સંપત્તિનો પર્દાફાશ થયો છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું કે, 2018-19ના ગાળમાં ગાંધીનગર કલેક્ટર તરીકે રહેલા એસ.કે. લાંગા વિરુદ્ધ મામલદારે સરકાર તરફથી ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે મૂળસાણા, પેથાપુર સહિતના ગામોની જમીનમાં વહીવટી ગેરરીતિ આચરી આર્થિક લાભ મેળવી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યાની અને અપ્રમાણસર મિલકત વસાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે ડીવાયએસપી અમી પટેલના નેતૃત્વ હેઠળ એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં 20 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં 4 બંગલા અને માતરમાં જમીન છે. હજી ઘણી બધી માહિતી સામે આવી રહી છે. એસ.કે.લાંગાની અનેક પ્રોપર્ટી પણ મળી આવી છે. જમીન પ્રમાણપત્ર પણ શંકાસ્પદ છે. બળવંત ગઢવી નામના પાર્ટનરનું નામ સામે આવ્યું છે. વધુ વિગતો પૂછપરછ બાદ સામે આવશે.

error: