અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનની ગિરફ્તમાં રહેલા શખ્સોના નામ કૃણાલ રાજપૂત, શકીલ પઠાણ, મનીષ ભાભોર અને એક કાયદાના સંઘર્ષનો આવેલ સગીર છે, જેનું અમે નામ જાહેર કરી શકતા નથી. આ તમામ યુવાન આરોપીઓ પર આરોપ છે કે ગઈ તારીખ 12/07/2023 ના રોજ શાસ્ત્રી નગર પોલીસ લાઈન નજીક ભોગબનનાર સગીર પુત્રના મિત્રનો જન્મ દિવસ હતો. જેની ઉજવણી માટે ભેગા થયા હતા. જ્યાં ઉજવણી દરમિયાન મિત્રો મિત્રો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
જેના કારણે આરોપી મિત્રો એ ભોગ બનનાર બંને સગીર નું અપહરણ કૃણાલ રાજપૂત, શકીલ પઠાણ, મનીષ ભાભોર અને એક કાયદાના સંઘર્ષનો આવેલ સગીરએ કારમાં અપહરણ કરીને દાહોદ તરફ લઈ જઈ ને અપહરણ કર્યું હતું ત્યાર બાદ ભોગ બનનાર સગીર ના ઘરે ફોન કરી 10 કરોડની ખંડણી માંગી હતી. જે વાતની જાણ ભોગબનનારના પરિવારને જાણ થતા તાત્કાલિક નારણપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારે નારણપુરા પોલીસે બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક અપહરણની ફરિયાદ નોંધીને અલગ અલગ ટીમો બાનવી ભોગ બનનારની શોધખોળ શરૂ કરી હતી
આરોપી મિત્રો બંને સગીરનું અપહરણ કરીને દાહોદ તરફ લઇ જઈ રહ્યા હતા, એ સમય દરમિયાન આરોપીઓની કારમાં ખરાબી આવતા કાર બંધ પડી ગઈ હતી. ભોગ બનનાર સગીર મોકો શોધીને નજીકના પોલીસ સ્ટેશન પીપલોદ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પીપલોદ પોલીસને આખી આપવીતી જણાવી હતી. ત્યારે પીપલોદ પોલીસે તાત્કાલિક તમામ આરોપી મિત્રોની અટકાયત કરી નારણપુરા પોલીસેને સંપર્ક કર્યો હતો.
નારણપુરા પોલીસે તાત્કાલિક પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભોગ બનનારનો સહી સલામત કબજો મેળવી તમામ આરોપીઓ મિત્રોની અટકાયત કરીને નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. નારણપુરા પોલીસે તમામની કાયદેસરની ધરપકડ કરીને એ તપાસ શરુ કરી છે કે મિત્રોએ જ સગીર મિત્રનું અપહરણ ખંડણી માંગવા જ અપહરણ કર્યું હતું કે અન્ય કોઈ કરણ છે એ અંગે તપાસ શરુ કરી છે.