Satya Tv News

આંધ્રપ્રદેશના ગુંટુરમાં ચોર ટોળકી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે

ગુંટૂર જિલ્લામાં 10 લાખની લૂંટ
20 રૂપિયા લેવા જતા 10 લાખ ખોયા
10 લાખ ભરેલી બેગ લઇ બાઇકમાં ફરાર

આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં એક વ્યક્તિ પાસેથી ચોર ટોળકી 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં જોઇ શકાય છે ,એક ગઠિયો ક્લાર્ક પાસે આવે છે ,અને કહે છે ,તમારી 20 રૂપિયાની નોટ નીચે પડી ગઇ છે. જેવો વ્યક્તિ 20 રૂપિયાની નોટ લેવા નચી નમે છે. ત્યાં ક્ષણભરમાં તેના બીજા સાગરિતો 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ બાઇક પર ફરાર થઇ જાય છે.

જેનો વીડિયો સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે ગુંટૂર જિલ્લામાં મરચાના વેપારીને ત્યાં હરિબાબુ નામનો વ્યક્તિ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. માલિકના કહેવાથી તે બેંકમાં 10 લાખ રૂપિયા લેવા આવ્યો હતો. જો કે આ પૈસા બેંક બહાર ગઠિયા ચોરી જતા હાલ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે CCTVના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેણે પૈસા ભરેલી ભેગ લઈ ભાગવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પોલીસે કહ્યં કે, તેમણે આરોપીઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આરોપીઓને જલ્દી ઝડપી પાડશે.

error: