Satya Tv News

પાલિકા દ્વારા હરાયા ઢોરને પકડવા ઝુંબેશ
પશુઓ અડીંગો જમાવી ટ્રાફિક માટે આફતરૂપ
પશુઓને જુના દિવા ગામે પાંજરાપોળમાં રાખ્યા

અંકલેશ્વર પાલિકાએ ચોમાસાની શરૂઆત સાથે માર્ગ પર અડીંગો જમાવી લોકો અને ટ્રાફિક માટે આફતરૂપ બનતા હરાયા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી હતી.

અંકલેશ્વર શહેરમાં વરસાદી મૌસમ સાથે પશુ માલિકો પોતાના ઢોરને છુટા મૂકી દેતા હોય છે. જેને લઈ માર્ગો પર અડિંગો જમાવતા રખડતા પશુઓને કારણે અકસ્માતનું જોખમ વધી જાય છે.સાથે જ હરાયા ઢોર ટ્રાફિકને પણ અડચણરૂપ થાય છે. અંકલેશ્વર પાલિકા દ્વારા શહેરમાં પોલીસને સાથે રાખી હરાયા ઢોરને પકડવા ઝુંબેશ શરૂ કરાઇ છે. જેને પકડી જુના દિવા ગામે પાંજરાપોળમાં રાખવામાં આવી રહ્યાં છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર  

error: