Satya Tv News

ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ ચોથી વખત પિતા બન્યો છે. તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે પુત્રને જન્મ આપ્યો છે. અર્જુન અને ગેબ્રિએલાનું આ બીજું સંતાન છે, જ્યારે તેની પહેલી પત્નીથી બે દીકરીઓ છે.

અભિનેતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અર્જુન અને ગેબ્રિએલા હંમેશા પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. અર્જુન અને ગેબ્રિએલા લગ્ન વિના બીજી વખત પુત્રના માતા-પિતા બન્યા છે. અર્જુન અને તેની ગર્લફ્રેન્ડ માટે આ પળો ખૂબ જ ખાસ છે. નાના મહેમાનની કિલકારીઓ તેમના ઘરમાં ગુંજી રહી છે.

અર્જુન રામપાલ હવે એક નહિ પરંતુ 4 બાળકોનો પિતા બની ગયો છે. અર્જુને સોશિયલ મીડિયા પર આ ખુશીના સમાચાર તેના ચાહકો સાથે શેર કર્યા છે. અભિનેતા પોતાના પુત્રના જન્મથી ખુબ ખુશ છે. અર્જુને એક વ્હાઈટ ટુવાલ પર હૈલો વર્લ્ડ લખ્યું છે. સાથે એક કાર્ટુન પણ બનાવ્યું છે. અભિનેતાએ પોતાના કેપ્શન દ્વારા પોતાના પરિવારમાં નાના મહેમાનનું સ્વાગત કર્યું છે.

error: