ભરૂચમાં રોજગારી અર્થે છેલ્લા ચારેક મહિનાથી આસામના સીમાંગ મેહુગ બુસુમુતરી જોલવા ખાતે રહે છે. જેઓ કોન્ટ્રાકટર સુરતજીત સેન સાથે દહેજની મેન્ડાસ ફાર્મામાં કામ કરે છે.
ગત 24 જુલાઈએ કોન્ટ્રકટર સહિત 4 કામદારો પોર ખાતે ગયા હતા. ત્યાથી ₹15 હજાર ઉપાડી કોન્ટ્રાકટરે સીમાંગને આપ્યા હતા. જેઓ નર્મદા ચોકડી પર ઉતરી ખાનગી લકઝરી બસમાં બેસવા જતા હતા ત્યારે ડ્રાઈવર સાથે એક સફેદ એક્ટિવા ચાલક કચકચ કરી રહ્યો હતો.
બસ દહેજ બાયપાસ પર કાવેરી એપાર્ટમેન્ટ પાસે પોહચતા એક્ટિવા ચાલકે રોકી ડ્રાઇવરે કોન્ટ્રકટર અને તેની સાથેના કામદારોને નીચે ઉતારી દેવા કહ્યું હતું.
કોન્ટ્રાકટર સુરજીત સહિત ચારેય નીચે ઉતરતા એક્ટિવા ચાલકે કોન્ટ્રકટર પાસે 400 રૂપિયા માંગ્યા હતા. જેમાં રકઝક થતા જ્યાદા બક બક મત કર જો કહેતા હું કર, કહી એક્ટિવા ચાલકે કમરમાં રહેલું ચપ્પુ કાઢ્યું હતું.
કામદાર પાસેથી પણ પર્સ લઈ તેમાંથી 15 હજાર કાઢી લીધા હતા. બન્નેને લૂંટી એક્ટિવા ચાલક ફરાર થઇ ગયો હતો. જે અંગે આસામી કામદારે ₹15,400 ની લૂંટ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.